આ ગ્રૅન્ડ ઇવેન્ટમાં મધ્ય પ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને ઇન્ડિયન ઍર ફોર્સના ચીફ ઍર ચીફ માર્શલ વી. એસ. ચૌધરી પણ ઉપસ્થિત હતા.
જોઈ લો ઍર ફોર્સની જબરજસ્ત તાકાત
ભોપાલ ઃ ઇન્ડિયન ઍર ફોર્સની ૯૧મી ઍનિવર્સરીને સેલિબ્રેટ કરવા માટે ગઈ કાલે મધ્ય પ્રદેશના ભોપાલમાં શાનદાર ફ્લાયપાસ્ટ દરમ્યાન ટ્રાન્સપોર્ટ ઍરક્રાફ્ટ ગજરાજથી તેજસ સહિત લગભગ ૫૦ ઍરક્રાફ્ટ્સ અને હેલિકૉપ્ટર્સે ઇન્ડિયન ઍર ફોર્સની તાકાત રજૂ કરી હતી.
આ ગ્રૅન્ડ ઇવેન્ટમાં મધ્ય પ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને ઇન્ડિયન ઍર ફોર્સના ચીફ ઍર ચીફ માર્શલ વી. એસ. ચૌધરી પણ ઉપસ્થિત હતા.
ફ્લાયપાસ્ટ દરમ્યાન સુખોઈ-૩૦, મિરાજ-૨૦૦૦, જગુઆર, એલસીએ તેજસ અને હૉક, ચિનૂક, સી-૧૩૦, આઇએલ-૭૮, એએન-૩૨ અને એમઆઇ-૧૭એ જુદાં-જુદાં ફૉર્મેશન્સ રચ્યાં હતાં. આ શાનદાર ઍર શોની આકાશ ગંગા પેરાટ્રુપર્સની ટીમના પર્ફોર્મન્સની સાથે શરૂઆત થઈ હતી.