એને કારણે એક ટ્રક પણ લસરીને બ્રિજ પાસે ખોટકાઈ ગઈ હતી. આ હાદસાને કારણે ઓડિશા સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
ઝારખંડમાં પેલોલ નદી પર બનેલા બ્રિજના બે ટુકડા થઈ ગયા
ઝારખંડના ખુંટી જિલ્લામાં લગાતાર મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગઈ કાલે પેલોલ નદી પર બનેલો ખુંટીથી સિમડેગા ગામને જોડતો પુલ વચ્ચેથી બે ભાગમાં વહેંચાઈ ગયો હતો. નીચેથી ધસમસતા નદીના પ્રવાહને કારણે પુલનો વચ્ચેનો ભાગ તૂટી જતાં આખેઆખો રોડ નીચે લસરણી બની ગયો હતો. એને કારણે એક ટ્રક પણ લસરીને બ્રિજ પાસે ખોટકાઈ ગઈ હતી. આ હાદસાને કારણે ઓડિશા સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

