° °

આજનું ઇ-પેપર
Friday, 31 March, 2023


કર્ણાટકમાં બ્રાહ્મણો નારાજ થયા તો રાજ્ય સરકાર દ્વારા ‘રિવર્સ રિઝર્વેશન’ માટે આદેશ

29 January, 2023 10:03 AM IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સરકારે બ્રાહ્મણોની માલિકી ધરાવતાં અખબારોને મહિને બે પેજની સરકારી જાહેરાતો માટે સર્ક્યુલર ઇશ્યુ કર્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

બૅન્ગલૉરઃ કર્ણાટકમાં રાજ્ય સરકારના એક સર્ક્યુલરને લઈને વિવાદ જાગ્યો છે. કૉન્ગ્રેસે એ બદલ બીજેપીની આકરી ટીકા કરી છે. ​ઇન્ફર્મેશન અને પબ્લિક રિલેશન્સ ડિપાર્ટમેન્ટ માટે આ સર્ક્યુલર ઇશ્યુ કરવામાં આવ્યું હતું જેમાં બ્રાહ્મણોની માલિકી ધરાવતાં અખબારોને દર મહિને બે પેજની જાહેરાતો આપવાની સૂચના આપવામાં આવી છે. કૉન્ગ્રેસના નેતાઓએ એને રિવર્સ રિઝર્વેશન ગણાવ્યું છે.

આ સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે કે ડિપાર્ટમેન્ટના મીડિયા લિસ્ટમાં સામેલ પ્રાદેશિક ન્યુઝપેપર્સ તેમ જ જિલ્લા સ્તરનાં ન્યુઝપેપર્સને પણ આ પૉલિસી લાગુ પડશે. 
આ સર્ક્યુલર ૨૪ જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં કર્ણાટક સરકાર તરફથી ઇન્ફર્મેશન ડિપાર્ટમેન્ટના કમિશનરનો ઉલ્લેખ છે.

કૉન્ગ્રેસના નેતાઓએ આ સર્ક્યુલરની આકરી ટીકા કરી છે. તેમનું કહેવું છે કે બ્રાહ્મણોની માલિકીવાળાં જિલ્લા અને પ્રાદેશિક ન્યુઝપેપર્સને સરકારી જાહેરાત આપવા જણાવતો સરકારનો આદેશ અસ્વીકાર્ય છે. શા માટે અન્ય સમાજોના લોકોની માલિકીનાં ન્યુઝપેપર્સને સરકાર દ્વારા સપોર્ટ પૂરો પાડવામાં આવતો નથી.

વાસ્તવમાં આ રાજ્યમાં બ્રાહ્મણો રાજ્ય સરકારથી નારાજ છે. એટલે તેમને મનાવવા માટે જ આ સર્ક્યુલર ઇશ્યુ કરવામાં આવ્યો હોવાનું જણાય છે. રીસન્ટ્લી આર્થિક રીતે પછાત વર્ગો માટેના દસ ટકા ક્વોટામાંથી છ ટકા રાજ્યના બે મુખ્ય સમાજ લિંગાયત અને વોક્કલિગ માટે ફાળવવાના રાજ્ય સરકારના પ્રસ્તાવથી બ્રાહ્મણો નારાજ છે. અખિલ કર્ણાટક બ્રાહ્મણ મહાસભાના અધ્યક્ષ અશોક હિરનહલ્લીએ સરકારના આ પગલાને ‘બ્રાહ્મણ વિરોધી’ ગણાવ્યું હતું.

29 January, 2023 10:03 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

એક ગ્રાહકે એક વર્ષમાં છ લાખ રૂપિયાની ૮૪૨ પ્લેટ ઇડલી ઑર્ડર કરી : સ્વિગી સર્વે

સ્વિગીના વિશ્લેષણ મુજબ હૈદરાબાદના એક ગ્રાહકે ગયા વર્ષે સૌથી વધુ ૬ લાખ રૂપિયાની ઇડલી ઑર્ડર કરી હતી

31 March, 2023 12:44 IST | Chennai | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

દુર્ઘટનાના એક કલાક સુધી ઍમ્બ્યુલન્સ જ ન પહોંચી?

ઇન્દોરના એક મંદિરમાં કૂવાની છત તૂટી પડવાથી ૧૪ જણનાં મૃત્યુ થયાં, રાહત અને બચાવ-કામગીરીમાં વહીવટી તંત્રની લાપરવાહી બહાર આવી

31 March, 2023 12:36 IST | Indore | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

Kanpur Fire: કાનપુર માર્કેટમાં ફાટી નિકળી આગ, દુકાનો બળીને ખાખ,10 અબજનું નુકસાન

કાનપુર (Kanpur Fire)માં બાંસમંડી સ્થિત હમરાજ માર્કેટની બાજુમાં આવેલા AR ટાવરમાં ભીષણ આગ લાગી હતી. મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

31 March, 2023 08:50 IST | Kanpur | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK