તેઓ જ્યારે ચૂંટણીમાં નૉમિનેશન માટે કે પ્રચાર માટે ગયા હતા ત્યારે બુલડોઝર પર ગયા હતા. એ જોઈને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સાથે તેમનો ખાસ સંબંધ હોવાનું માનવામાં આવે છે.
બાબા બલકનાથ
નવી દિલ્હીઃ રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીની શાનદાર જીત બાદ સીએમ પદ માટે અત્યારે બાબા બાલકનાથનું નામ સૌથી વધુ ચર્ચાઈ રહ્યું છે. તેઓ નાથ સંપ્રદાયના છે. તેમની ઉંમર ૩૯ વર્ષ છે. તેઓ રાજસ્થાનના બીજેપીના ફાયરબ્રૅન્ડ લીડર છે. તેઓ છ વર્ષની ઉંમરે જ આધ્યાત્મની દુનિયામાં આવી ગયા હતા. તેઓ હિન્દુત્વની વાતો કરે છે. તેઓ જ્યારે ચૂંટણીમાં નૉમિનેશન માટે કે પ્રચાર માટે ગયા હતા ત્યારે બુલડોઝર પર ગયા હતા. એ જોઈને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સાથે તેમનો ખાસ સંબંધ હોવાનું માનવામાં આવે છે. તેઓ ૨૦૧૬માં રોહતકના મસ્તનાથ મઠના વારસદાર બન્યા હતા અને તેઓ બાબા મસ્તનાથ વિશ્વ વિદ્યાલયના ચાન્સેલર પણ છે.