એક યુવકે પોતાની પ્રમિકાનું અવસાન થતાં તેના અંતિમ સંસ્કારમાં જ તેની સાથે લગ્ન કર્યા હતાં.

વીડિયોમાંથી સ્ક્રીનશોટ (તસવીર: ટ્વિટર)
પ્રેમની વાત થાય ત્યારે આપણને `પ્રેમ આંધળો હોય છે`, `પ્રેમની કોઈ હદ હોતી નથી` જેવી અનેક કહેવતો યાદ આવે. આપણી આસપાસન અનેક ઘટનાઓ પણ એવી બનતી હોય છે જે આ વાક્યો માટે ઉદાહરણ બની છે. ત્યારે આસામમાં પણ એક એવી જ ઘટના સામે આવી છે. પ્રેમની એવી ઘટના જે જાણીને તમે દંગ રહી જશો.
આસામના મોરીગાંવ ગામની આ ઘટનાએ કેટલાય પ્રેમીઓને આશ્ચર્યચકિત કરી દીધા છે. એક યુવકે પોતાની પ્રમિકાનું અવસાન થતાં તેના અંતિમ સંસ્કારમાં જ તેની સાથે લગ્ન કર્યા. આ સાથે જ યુવકે જીવનભર અવિવાહિત રહેવાનો સંકલ્પ પણ કર્યો. પ્રેમિકાના અવસાનથી આઘાતમાં ડૂબેલા પ્રેમીનો વીડિયો સોશિયલ મીડિય પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યો છે.
મોરીગાંવ નિવાસી 27 વર્ષીય દુલ્હા બિટુપન તમુલીનું ચાપરમુખની 24 વર્ષીય પ્રાર્થના બોરા સાથે કેટલાય સમયથી પ્રેમ સંબંધ હતો. તાજેતરમાં પ્રાર્થના બીમાર થઈ અને તેને ગુવાહાટીના એક ખાનગરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન શુક્રવારે પ્રાર્થનાનું મોત થયું હતું.
જ્યારે બિટુપનને પોતાની મંગેતરનું અવસાન થયું હોવાની જાણ થઈ ત્યારે તરત જ તે પ્રેમિકા પ્રાર્થનાને ઘરે પહોંચ્યો હતો. ઘેરા આઘાતમાં સરી પડેલા બિટુપને પ્રેમિકાની દુલ્હન બનવાની ઈચ્છા પુરી કરવા માટે તેણે પ્રાર્થનાના મૃતદેહ સાથે અંતિમ સંસ્કાર દરમિયાન લગ્ન કર્યા. ધ્રુજકે ધ્રુજકે રડી રહેલા બિટુપને પરિવારના સભ્યોની હાજરીમાં મૃતદેહ સાથે લગ્ન કરી જીવનભર અવિવાહિત રહેવાનો સંકલ્પ કર્યો.