Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આસામ: પૂરના પાણીમાં નવજાત બાળકનું રેસ્ક્યૂ, વાયરલ વીડિયોએ જીત્યા લોકોના દિલ

આસામ: પૂરના પાણીમાં નવજાત બાળકનું રેસ્ક્યૂ, વાયરલ વીડિયોએ જીત્યા લોકોના દિલ

Published : 30 July, 2026 06:01 PM | IST | Guwahati
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ દરમિયાન, બચાવ કામગીરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક ઈમરજન્સી રાહત કામગીરી દરમિયાન પૂરના પાણી વચ્ચે એક નવજાત બાળકને કાળજીપૂર્વક સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે.

વીડિયોમાંથી સ્ક્રીનશૉટ (તસવીર: X)

વીડિયોમાંથી સ્ક્રીનશૉટ (તસવીર: X)


આસામમાં છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા ભયંકર પૂરના કારણે મોટા પ્રમાણે વિનાશ થયો છે. આ આપત્તિમાં અત્યાર સુધીમાં 78 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અનેક જિલ્લાઓમાં ત્રણ લાખથી વધુ લોકોના જીવનને અસર થઈ છે. ઘણા ગામડાઓ અને શહેરો પાણીમાં ડૂબી ગયા છે. હજારો લોકો ફસાયેલા છે, અને પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી સક્રિયપણે ચાલી રહી છે. રાજ્ય સરકારે રાહત પ્રયાસો વધુ તીવ્ર બનાવ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં આવશ્યક પુરવઠો પહોંચાડવા માટે ત્રીસ ટ્રક મોકલવામાં આવ્યા છે. તે જ સમયે, વિવિધ એજન્સીઓની બચાવ ટીમો લોકોને સલામત સ્થળે ખસેડવા અને રાહત શિબિરોમાં સ્થાનાંતરિત કરવા માટે સતત કામ કરી રહી છે. આ દરમિયાન પૂરના પાણીમાંથી અનેક લોકોનો બચાવ કરવાના વીડિયો પણ જોવા મળ્યા છે, આ બધા વચ્ચે એક નવજાત બાળકના રેસ્ક્યૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સૂતેલા બાળકના રેસ્ક્યૂનો વીડિયો વાયરલ



આ દરમિયાન, બચાવ કામગીરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક ઈમરજન્સી રાહત કામગીરી દરમિયાન પૂરના પાણી વચ્ચે એક નવજાત બાળકને કાળજીપૂર્વક સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) ની ટીમે આ રેસ્ક્યૂ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વીડિયો શૅર કરવામાં આવી છે. વીડિયો પોસ્ટ કરીને માહિતી આપવામાં આવી છે કે, "આસામના પૂર વચ્ચે એક સૂતેલા બાળકને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યું. પાણીમાં ડૂબેલા ગામડાઓ અને નગરોમાંથી લાખો લોકોને બચાવવા માટે જોરદાર પ્રવાહમાં કાર્યરત તમામ બચાવ કાર્યકરોને સલામ."



સોશિયલ મીડિયા પર રાહત SDRF ટીમની પ્રશંસા

વીડિયો રિલીઝ થયા પછી, સોશિયલ મીડિયા પર લોકોએ બચાવ ટીમની હિંમત અને સમર્પણની પ્રશંસા કરી. એક યુઝરે લખ્યું, "આસામના લોકો માટે શાનદાર કામ કરી રહેલા આ રાહત ટીમના સભ્યો પર ગર્વ છે." બીજા યુઝરે ટિપ્પણી કરી, "આ વાસ્તવિક હીરો છે - તેઓએ સૂતેલા બાળકને કાળજીપૂર્વક ઉપાડ્યું અને તેને તેની માતા સાથે સુરક્ષિત રીતે મિલાવ્યું. હું મારા હૃદયના ઊંડાણથી તમારો આભાર માનું છું."

રાજ્યમાં રાહત અને બચાવ કામગીરી શરૂ

રાજ્યના ઘણા વિસ્તારો હજી પણ પૂરના પાણીમાં પણ ડૂબેલા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બચાવ ટીમો સતત રાહત અને સ્થળાંતર કામગીરી ચલાવી રહી છે. પ્રશાસન અસરગ્રસ્ત વસ્તીને આવશ્યક સહાય પહોંચાડવા અને તેમને સુરક્ષિત સ્થળોએ ખસેડવાના પ્રયાસોમાં સતત કાર્યરત છે. એક વાયરલ વીડિયોએ ફરી એકવાર રાહત કામગીરી વચ્ચે કાર્યરત બચાવ કાર્યકરોના પ્રયાસોને ચર્ચામાં લાવ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

30 July, 2026 06:01 PM IST | Guwahati | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK