8 વર્ષની છોકરી પર 10 અને 12 વર્ષના છોકરાઓએ રેપ કર્યો
ADVERTISEMENT
પૂણે, 4 એપ્રિલ 2013
વાનવાડી વિસ્તારની પોલીસે સેક્શન 376(2)(જી) ગેન્ગ રેપ અને 34 (કોમન ઇન્ટેન્શન) હેઠળ બે છોકરાઓની ધરપકડ કરી હતી તેમ ડીસીપી (zone IV) મનોજ પાટીલે જણાવ્યું હતું.
રેપ ઘટનાની વાત કરીએ તો રવિવારની સાંજે આ બે છોકરાઓએ છોકરીને રમવા માટે બોલાવી હતી. ત્યાર બાદ તેઓ તે છોકરીને એક જગ્યાએ લઈ ગયાં હતાં જ્યાં તેમણે છોકરીનો રેપ કર્યો હતો. ત્યાર બાદ છોકરી ડઘાઈ ગઈ હતી અને ઘરે પહોંચી હતી.
ત્યાર બાદ સોમવારે ટીવી જોતી વખતે એક મુવીમાં તેણે રેપ સીન જોયો ત્યારે તે તુરંત જ તેના માતા-પિતા સામે બોલી ઊઠી હતી કે આ પ્રકારની જ ઘટના મારી સાથે બની હતી. છોકરીએ બંને છોકરાઓના નામ પણ આપ્યાં હતાં. જેના પગલે છોકરીના માતા-પિતાએ વનવાડી વિસ્તારના પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી.
પોલીસે આ ઘટના સંદર્ભે કહ્યું હતું કે સમગ્ર ઘટનાની બારીકાઈથી તપાસ કરાશે અને વધુ પડતી સંભાળ રાખીને તપાસની કાર્યવાહી કરવામાં આવશે.



