બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનને કારણે ઉત્તર બંગાળ અને પૂર્વીય નેપાલમાં અસાધારણ વરસાદ વરસ્યો હતો.
કાઠમંડુને જોડતો નૅશનલ હાઇવે જળભરાવને કારણે શનિવારે સંપૂર્ણપણે બંધ રહ્યો હતો
છેલ્લા બે દિવસથી નેપાલમાં મુશળધાર અને લગાતાર વરસાદ થવાથી જબરદસ્ત જળપ્રકોપ થયો છે. પૂર, ભૂસ્ખલન અને કાટમાળમાં દટાવાથી નેપાલના કોશી, મધેશ, બાગમતી, ગંડકી અને લુમ્બિની વિસ્તારોમાં લગભગ ૫૧ લોકોનાં મૃત્યુ થયાં છે અને વીસથી વધુ લોકો ઘાયલ થયા છે. રવિવારે બપોર સુધીમાં નેપાલ પોલીસના રિપોર્ટ મુજબ સૌથી વધુ નુકસાન કોશી પ્રદેશમાં થયું છે. આ વિસ્તારમાં જ ૩૭ લોકોનાં મૃત્યુ થયાં છે. બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનને કારણે ઉત્તર બંગાળ અને પૂર્વીય નેપાલમાં અસાધારણ વરસાદ વરસ્યો હતો.
કાઠમંડુને જોડતો નૅશનલ હાઇવે જળભરાવને કારણે શનિવારે સંપૂર્ણપણે બંધ રહ્યો હતો. જોકે રવિવારે બપોરે થોડા સમય માટે મોસમ સાફ થતાં ઇમર્જન્સી વાહનો કે સામાનની અવરજવર કરતી ટ્રકો ચલાવવાની પરવાનગી આપવામાં આવી હતી. રાતે ફરીથી નૅશનલ હાઇવે પર અવરજવર બંધ કરી દેવામાં આવી હતી.


