રક્ષાબંધનનો પર્વ નજીક છે તો આ વર્ષે તમે મુંબઈમાં ખાસ કારીગરો દ્વારા બનાવેલી ખાસ રાખડીઓ ખરીદવાનું ચૂકશો નહીં. જય વકીલ ફાઉન્ડેશન એ બૌદ્ધિક વિકલાંગતા ધરાવતા બાળકો તેમ જ પુખ્ત વયના લોકો સાથે કામ કરતી સંસ્થા છે. અહીંના કારીગરો રાખડીઓ બનાવીને તેમના સ્ટોર પર, ઓનલાઈન અને કુરિયર દ્વારા વેચી રહ્યા છે. આવો જાણીએ તેમના વિશે વધુ.














