મહારાષ્ટ્રના રાયગઢના ખોપોલી વિસ્તારમાં 15 એપ્રિલના રોજ એક બસ ખીણમાં પડી જતાં 12 લોકોનાં મોત થયાં હતાં અને 29થી વધુ લોકો ઘાયલ થયાં હતાં. મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ખોપોલી ઘટના અત્યંત પીડાદાયક છે. બસમાં 41 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. 12 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં અને બાકીનાને બચાવી લેવામાં આવ્યા હતા. 18 મુસાફરોને એમજીએમ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 10 લોકોને ખોપોલી નગરપાલિકા હૉસ્પિટલમાં અને 1ને ઝાકોટિયા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સરકાર અકસ્માતમાં અસરગ્રસ્તોના પરિવારજનોને મદદ કરશે. આ દુર્ઘટના પાછળના કારણો જાણવા માટે તપાસ ચાલી રહી છે. મારી સહાનુભૂતિ એ લોકો સાથે છે, જેમણે અકસ્માતમાં તેમના નજીકના લોકોને ગુમાવ્યા છે."