પ્રતિકાત્મક તસવીર
Updated
1 year 1 week 1 day 10 hours 22 minutes ago
06:04 PM
News Live Updates: પાલઘરમાં ડ્રગ્સના કેસમાં વોન્ટેડ વ્યક્તિ ચાર મહિના બાદ ઝડપાયો
એક 30 વર્ષીય વ્યક્તિ જે ગાંજા જપ્તીના સંબંધમાં વોન્ટેડ હતો તેને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં પોલીસે ચાર મહિનાથી નાસતા ફર્યા બાદ પકડી પાડ્યો હતો. એમ એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું.
Updated
1 year 1 week 1 day 11 hours 10 minutes ago
05:16 PM
News Live Updates: ડોમ્બિવલી પૂર્વમાં શિવ મંદિર રોડ પર ખોદકામ, લોકોને હાલાકી
ડોમ્બિવલી પૂર્વમાં શિવ મંદિર રોડ સૌથી વ્યસ્ત રોડ તરીકે ઓળખાય છે. આ રોડ ખોદવામાં આવ્યો છે. જેને કારણે શિવમંદિર સ્મશાનગૃહમાં મૃતકને લઈ જવા સંબંધીઓને સ્મશાનગૃહ સુધી ચકરાવો લેવો પડે છે.
Updated
1 year 1 week 1 day 11 hours 54 minutes ago
04:32 PM
News Live Updates: દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા, લોકો દોડ્યા ઘરની બહાર
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. લોકો ઘરો અને ઓફિસોમાંથી બહાર આવ્યા હતા. દિલ્હીને અડીને આવેલા નોઈડા, ફરીદાબાદ, ગુરુગ્રામ અને ગાઝિયાબાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.
Updated
1 year 1 week 1 day 12 hours 10 minutes ago
04:16 PM
News Live Updates: મરાઠા આરક્ષણ માટે એક યુવકે જીવન ટૂંકાવ્યું
મરાઠા આરક્ષણ માટે એક યુવકે જીવનનો અંત આણ્યો છે. અજિત પવાર જૂથના ધારાસભ્ય અમોલ મિતકારીએ કોલ્હેના પરિવારને મળ્યા બાદ મૃતક અભય કોલ્હેની બહેનનો શૈક્ષણિક ખર્ચ ઉઠાવ્યો છે.