બોમ્બે હાઇકોર્ટની ફાઇલ તસવીર
Updated
2 years 2 months 4 days 7 hours 56 minutes ago
06:49 PM
News Live Update: બોમ્બે હાઈકોર્ટને વધુ ત્રણ નવા જજ મળશે?
સુપ્રીમ કોર્ટના કોલેજિયમે નીચલી કોર્ટના ત્રણ જજોના નામની ભલામણ કરી છે. મળતી માહિતી અનુસાર જસ્ટિસ અભય મંત્રી, જસ્ટિસ શ્યામ ચંદક અને જસ્ટિસ નીરજ ધોતેણી ભલામણ કરવામાં આવી છે.
Updated
2 years 2 months 4 days 10 hours 3 minutes ago
04:42 PM
News Live Update: શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની અરજીઓ પર આવતીકાલે સુનાવણી
મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે બુધવારે જણાવ્યું હતું કે, તેઓ શિવસેનાના બે હરીફ જૂથો દ્વારા એકબીજા સામે દાખલ કરવામાં આવેલી ગેરલાયકાતની અરજીઓ પર આગામી સુનાવણી 13 ઑક્ટોબરના બદલે 12 ઑક્ટોબરે એટલે કે આવતીકાલે કરશે. નાર્વેકરે ગયા મહિને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમના પુરોગામી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના બે હરીફ સેના જૂથો દ્વારા દાખલ કરવામાં આવેલી ગેરલાયકાતની અરજીઓ પર સુનાવણી શરૂ કરી હતી. પ્રથમ સુનાવણી 14 સપ્ટેમ્બરે થઈ હતી.
Updated
2 years 2 months 4 days 11 hours 33 minutes ago
03:12 PM
News Live Updates: અમદાવાદ અને પુણેમાં રમાનારી ઇન્ડિયાની મેચ માટે સ્પેશિયલ ટિકિટ્સ
બીસીસીઆઈએ જાહેરાત કરી છે કે, અમદાવાદ અને પુણેમાં રમાનારી ભારતની મેચ માટે વિશેષ ટિકિટ્સ આજે રાત્રે ૮ વાગ્યાથી મળશે.
Grab your tickets for two highly anticipated upcoming India matches! ?
— BCCI (@BCCI) October 11, 2023
Tickets ?️ for #TeamIndia #CWC23 league matches against Pakistan & Bangladesh in Ahmedabad & Pune respectively go LIVE today!
⏰ 8 PM IST onwards
Get them here ? https://t.co/AiyGQWxvV7 pic.twitter.com/ywegfZqfOI
અમદાવાદમાં યોજાનાર ભારત-પાકિસ્તાનની મેચ માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે અને તમામ હૉટલ ફૂલ થઈ જતાં તેમણે હૉસ્પિટલ્સમાં પણ જગ્યા બુક કરી છે.
Updated
2 years 2 months 4 days 12 hours 14 minutes ago
02:31 PM
News Live Updates : પાણીનો પુરવઠો ઓછો થતા અંધેરી, પાર્લાના નાગરિકો ભડક્યા
અંધેરી પૂર્વ, વિલેપાર્લે પૂર્વ વિસ્તારમાં પાણીનો પુરવઠો ખૂબ ઓછો છે. અંધેરી, પાર્લાના નાગરિકોએ ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર અભિજિત સામંત સાથે આ અંગે ફરિયાદ કરવા માટે આજે બુધવાર, 11 ઓક્ટોબર, મ્યુનિસિપલ હેડક્વાર્ટર ખાતે મ્યુનિસિપલ કમિશનર ઈકબાલસિંહ ચહલની ઑફિસની બહાર વિરોધ શરૂ કર્યો છે.


