કોરોનાવાયરસ (પ્રતીકાત્મક ફોટો)
Updated
2 years 2 months 6 days 22 hours 11 minutes ago
02:06 PM
News Live Updates: થાણેમાં ગ્રામવાસી પર હુમલો કરનાર પાંચ આરોપી નિર્દોષ જાહેર
મહારાષ્ટ્રના થાણે જિલ્લાની અદાલતે ભીવંડી તાલુકાના એક ગામમાં એક વ્યક્તિ પર હુમલો કરીને તેની હત્યા કરવાના આરોપી પાંચ લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. એડિશનલ સેશન્સ જજ પી એમ ગુપ્તાએ તેમના આદેશમાં જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષ કથિત આરોપીઓ સામેના આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા જેઓ પાયેગાંવ ગામના રહેવાસી હતા.
Updated
2 years 2 months 6 days 23 hours 21 minutes ago
12:56 PM
News Live Updates: શ્રીરામ મંદિર માટે ૯૦૦ કરોડનો ખર્ચ થયો
અયોધ્યા ઃ શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે અયોધ્યામાં પાંચમી ફેબ્રુઆરી, ૨૦૨૦થી આ વર્ષે ૩૧ માર્ચ ૨૦૨૩ દરમ્યાન અયોધ્યામાં શ્રીરામ મંદિરના બાંધકામ માટે ૯૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને હજી ૩૦૦૦ કરોડ રૂપિયા બૅન્ક-અકાઉન્ટ્સમાં છે. ટ્રસ્ટના પદાધિકારીઓની એક મીટિંગ બાદ એના સચિવ ચંપત રાયે કહ્યું હતું કે મીટિંગમાં ફૉરેન કરન્સીમાં ડોનેશન્સ મેળવવા માટેની લીગલ પ્રોસેસ સહિત ૧૮ મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી.
Updated
2 years 2 months 1 week 5 minutes ago
12:12 PM
News Live Updates: 8.88 લાખની કિંમતની પ્રતિબંધિત ટેબ્લેટ, કફ સિરપ જપ્ત
મહારાષ્ટ્ર પોલીસના એન્ટી-નાર્કોટિક્સ સેલે 8.88 લાખ રૂપિયાની કિંમતની અલ્પ્રાઝોલમ ગોળીઓ અને પ્રતિબંધિત કફ સિરપનો મોટો સ્ટોક જપ્ત કર્યો છે. આ મામલામાં બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. 18 સપ્ટેમ્બરે, પોલીસે મીરા-ભાઈંદર વિસ્તારમાં 1.5 લાખ રૂપિયાની કિંમતની કોડીન ફોસ્ફેટ મિશ્રિત કફ સિરપની 300 બોટલો અને 2.16 લાખ રૂપિયાની કિંમતની અલ્પ્રાઝોલમની 10,800 ગોળીઓ સાથે એક વ્યક્તિને પકડ્યો હતો.
Updated
2 years 2 months 1 week 51 minutes ago
11:26 AM
News Live Updates: મુંબઈમાં નવરાત્રી આવતાં જ ચણીયાચોળીની ખરીદી શરુ
નવરાત્રિનો વાઇબ્રન્ટ ફેસ્ટિવલ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ મુંબઈની શેરીઓમાં પરંપરાગત ગરબા પોશાકના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ઘાઘરા અને ચણીયા ચોળીના વેચાણે ખુબ જ જોર પકડ્યું છે.


