
પ્રતીકાત્મક તસવીર
Updated
1 year 4 months 2 weeks 1 day 21 hours 43 minutes ago
05:48 PM
News Live Updates: AAP સાંસદ સંજય સિંહની EDએ કરી ધરપકડ
AAP સાંસદ સંજય સિંહની બુધવારે એટલે કે 4 ઓક્ટોબરના રોજ ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDએ આજે વહેલી સવારે દરોડા પાડવાનું શરૂ કર્યું હતું.
Updated
1 year 4 months 2 weeks 1 day 23 hours 30 minutes ago
04:01 PM
News Live Updates: બૉલિવૂડ એક્ટર રણબીર કપૂરને તેડું, જાણો શું છે સમગ્ર મામલો
બૉલિવૂડ એક્ટર રણબીર કપૂરને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ઑનલાઈન સટ્ટાબાજીના કેસમાં સમન્સ મોકલીને 6 ઑક્ટોબરે હાજર રહેવાનું જણાવ્યું છે.
Updated
1 year 4 months 2 weeks 2 days 2 hours 53 minutes ago
12:38 PM
News Live Updates: લીંબુની ઓછી આવકને કારણે તેના ભાવમાં થયો ઉછાળો
APMCમાં લીંબુની ઓછી આવકને કારણે તેના ભાવમાં વધારો થયો છે. જે લીંબુ 3 રૂપિયામાં મળતું હતું તે હવે 5 રૂપિયામાં મળે છે. બજારમાં લીંબુનો ભાવ બમણો થયો છે. છૂટક બજારમાં તો એક લીંબુ 5 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.
Updated
1 year 4 months 2 weeks 2 days 3 hours 44 minutes ago
11:47 AM
News Live Updates: અભિનેત્રી ગાયત્રી જોશીની કારને નડ્યો અકસ્માત
શાહરુખ ખાન સાથે ફિલ્મ `સ્વદેશ`માં જોવા મળેલી અભિનેત્રી ગાયત્રી જોશી સાથે એક દુ:ખદ અકસ્માત થયો છે. તે પોતાના પતિ સાથે ઈટાલીમાં મુસાફરી કરી રહી હતી એ દરમિયાન તેની કારને અકસ્માત નડ્યો છે.