
ઉદ્ધવ ઠાકરે
Updated
1 year 6 months 3 weeks 2 days 4 hours 15 minutes ago
02:36 PM
News Live Update: ઉદ્ધવ ઠાકરેએ સોમૈયાના વાયરલ વીડિયો મામલે આપી આવી પ્રતિક્રિયા
ભાજપના નેતા કિરીટ સોમૈયાનો વાયરલ થયેલો વીડિયો મામલો ચર્ચામાં છે. શિવસેના ઠાકરે જૂથના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ હવે કિરીટ સોમૈયાના વાયરલ વીડિયોના મામલે પ્રતિક્રિયા આપી છે. કિરીટ સોમૈયાના વાયરલ વીડિયો મામલે વાત કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, "હું ઘૃણાસ્પદ વીડિયો જોતો નથી."
Updated
1 year 6 months 3 weeks 2 days 4 hours 58 minutes ago
01:53 PM
ચમોલી અકસ્માતમાં ઑફિસર સહિત 15ના કરન્ટ લાગવાથી મોત
ચમોલીમાં બુધવારે મોટો અકસ્માત થયો. નમામી ગંગેના ગટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે કરંટ ફેલાયો છે. વીજ કરંટથી 15ના મોત થયા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ સ્વાસ્થ્ય મંત્રી ડૉ.ધન સિંહ રાવત ચમોલી જવા રવાના થઈ ગયા છે.
चमोली में करंट लगने से कई लोगों के हताहत होने का अत्यंत पीड़ादायक समाचार प्राप्त हुआ। दुर्घटना में घायल हुए लोगों को उपचार हेतु नजदीकी अस्पताल भेज दिया गया है।
— Pushkar Singh Dhami (@pushkardhami) July 19, 2023
इस दुर्भाग्यपूर्ण घटना की मजिस्ट्रियल जांच के आदेश दे दिए हैं।
ईश्वर से दिवंगत आत्माओं की शांति एवं घायलों के शीघ्र…
Updated
1 year 6 months 3 weeks 2 days 5 hours 54 minutes ago
12:57 PM
News Live Update: નાશિક સિટીલિંક બસ સેવા સતત બીજા દિવસે બંધ, ડ્રાઇવરોની હડતાળ
નાશિક સિટીલિંક બસ સેવા આજે બંધ રહેશે. ટ્રેડ યુનિયન અને વહીવટીતંત્ર વચ્ચે કોઈ ઉકેલ ન આવ્યો હોવાથી નાશિકના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. કોન્ટ્રાક્ટરો દ્વારા વાહકોને ચૂકવણી કરવામાં આવતી નથી, બે મહિનાના વેતન ન મળવાના કારણે વાહકોએ હડતાળ પાડી છે. સિટીલિંક બસ સેવાઓ સતત બીજા દિવસે બંધ રહેતા નાશિકવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
Updated
1 year 6 months 3 weeks 2 days 7 hours 20 minutes ago
11:31 AM
News Live Update: થાણેની હૉસ્પિટલના ઇલેક્ટ્રિક મીટર રૂમમાં આગ; કોઈ જાનહાનિ નહીં
મહારાષ્ટ્રના થાણે શહેરમાં બુધવારે ત્રણ માળની સિવિલ હૉસ્પિટલના ઇલેક્ટ્રિક મીટર રૂમમાં આગ ફાટી નીકળી હતી, એમ એક અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, ઘોડબંદર રોડ પર કસારવડાવલી વિસ્તારમાં આવેલી હૉસ્પિટલમાં સવારે લગભગ 1.50 વાગ્યે ફાટી નીકળેલી આગમાં કોઈને ઈજા થઈ નથી.