અજિત પવારની ફાઇલ તસ્વીર
Updated
2 years 1 month 1 day 5 hours 44 minutes ago
04:32 PM
News Live Updates: મહારાષ્ટ્રના Dy CM અજિત પવારે નહેરુ જયંતીની શુબેચ્છાઓ પાઠવી
"પંડિત જવાહરલાલ નેહરુજીને આજે તેમની જન્મજયંતિ પર યાદ કરીને, બાળ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. બાળ દિવસ બાળકોના સન્માનમાં ઉજવવામાં આવે છે અને તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે તમામ બાળકોને ભવિષ્યના જવાબદાર નાગરિક બનવા માટે તેઓ લાયક અધિકારો મળે," મહારાષ્ટ્રના Dy CM અજિત પવાર
Remembering Pandit Jawaharlal Nehru ji on his birth anniversary today, also celebrated as Children’s day.
— Ajit Pawar (@AjitPawarSpeaks) November 14, 2023
Children’s day is celebrated in honor of children & aims to ensure that all children get the rights they deserve to become responsible citizens of the future.… pic.twitter.com/aBqB6NC8zY
Updated
2 years 1 month 1 day 6 hours 53 minutes ago
03:23 PM
News Live Updates: મુંબઈ શહેરની હવાની ગુણવત્તાનો AQI 130 નોંધાયો
મોટા શહેરોમાં હવાની ગુણવત્તા અંગેની ચિંતાઓ યથાવત્ હોવાથી સિસ્ટમ ઑફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR-India)ના ડેટા અનુસાર મુંબઈ `મધ્યમ` શ્રેણીમાં આવે છે. જે 130નો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) રેકોર્ડ ધરાવે છે.
Updated
2 years 1 month 1 day 7 hours 22 minutes ago
02:54 PM
News Live Updates: છત્રપતિ સંભાજીનગરમાં વિઠ્ઠલ મંદિરમાં સાત હજાર મોસંબીનો શણગાર
દિવાળીના પડવા નિમિત્તે છત્રપતિ સંભાજીનગરમાં વિઠ્ઠલ ભક્તોએ મંદિરમાં સાત હજાર મોસંબીનો ઉપયોગ કરીને આકર્ષક શણગાર કર્યો હતો.
Updated
2 years 1 month 1 day 8 hours 16 minutes ago
02:00 PM
News Live Updates: મહારાષ્ટ્રના અહેમદનગરમાં બે જૂથો વચ્ચે અથડામણમાં પાંચ ઘાયલ, 7ની ધરપકડ
મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં વિવિધ સમુદાયોના બે જૂથો વચ્ચેની અથડામણમાં પાંચ લોકો ઘાયલ થયા હતા, જેના પગલે પોલીસે સાત શકમંદોની ધરપકડ કરી છે, એમ એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ ઘટના અહીંથી લગભગ 270 કિલોમીટર દૂર, રાહુરીના ગુહા ગામમાં બની હતી જ્યારે એક જૂથ નાથપંથી સંપ્રદાયના મંદિરમાં ધાર્મિક વિધિઓ કરી રહ્યું હતું.


