પ્રતીકાત્મક તસવીર
Updated
10 months 5 days 5 hours 4 minutes ago
02:15 PM
News Live Updates: થાણેની ઈમારતમાં આગ લાગતાં 17 ઈલેક્ટ્રીક મીટર ભડથું
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સોમવારે સવારે એક ઈમારતમાં લાગેલી આગમાં 17 જેટલા ઈલેક્ટ્રીક મીટર નાશ પામ્યા હતા, એમ એક સિવિક અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આગમાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી.
Updated
10 months 5 days 5 hours 53 minutes ago
01:26 PM
News Live Updates: મિઠાઈ ખરીદવા માટે ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે MLAના સંબંધીએ 79,492 રૂપિયા ગુમાવ્યા
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ધારાસભ્યના 31 વર્ષીય પરિવારના સભ્યએ દુકાનમાંથી મંગાવેલી મીઠાઈઓ માટે ઓનલાઈન પેમેન્ટ કરવાનો પ્રયાસ કરતી વખતે કથિત રીતે 79,492 રૂપિયા ગુમાવ્યા છે. એમ પોલીસે સોમવારે જણાવ્યું હતું. તેઓએ ભાઈંદર વિસ્તારની એક દુકાનમાંથી મીઠાઈ મંગાવી હતી જેના માટે તેણે 480 રૂપિયા ચૂકવવા પડ્યા હતા, એમ તેઓએ ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું.
Updated
10 months 5 days 6 hours 28 minutes ago
12:51 PM
News Live Updates: ચેમ્બુરની અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડીંગમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહીં
મુંબઈના ચેમ્બુરમાં એસજી બર્વે માર્ગ પર એક નિર્માણાધીન બિલ્ડીંગમાં આગ ફાટી નીકળી હતી. ગ્રાઉન્ડ વત્તા ત્રણ માળની બિલ્ડીંગમાં ત્રીજા માળે અને ટેરેસ પર આગની જ્વાળાઓ જોવા મળી હતી.
Updated
10 months 5 days 7 hours 6 minutes ago
12:13 PM
News Live Updates: લખનૌમાં એક PAC ઇન્સ્પેકટરની ગોળી મારીને હત્યા
લખનૌના કૃષ્ણનગરના માનસ નગરમાં PACમાં તૈનાત એક ઈન્સ્પેક્ટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઈન્સ્પેક્ટર સતીશ કુમાર સિંહ તેમના પરિવાર સાથે રાત્રે 2.30 વાગ્યે એક સંબંધીના ઘરેથી પરત ફર્યા હતા.