ફટાકડાંની પ્રતીકાત્મક તસવીર
Updated
2 years 1 month 5 days 45 minutes ago
09:32 PM
News Live Updates: વિદ્યાર્થિનીએ પોતાનું અપહરણ કરાવ્યું
બિહારના હાજીપુરમાં ચોથા ધોરણમાં ભણતી એક છોકરીથી હોમવર્ક પૂરું ન થયું હોવાથી સ્કૂલ બસમાં ચડવાને બદલે ભાગી ગઈ અને પોતાનું અપહરણ થયું છે એવી વાર્તા ઘડી કાઢી. જોકે રોડ પરના સીસીટીવી કૅમેરાએ તેની કારીગરી પકડી પાડી હતી.
Updated
2 years 1 month 5 days 4 hours 3 minutes ago
06:14 PM
News Live Updates : હવે મુંબઈમાં રાત્રે 8થી 10 દરમિયાન ફોડી શકાશે ફટાકડાં
હવે મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં ફટાકડા ફોડવા માટે માત્ર બે કલાકની જ છૂટ છે. રાત્રે 8થી 10 દરમિયાન ફોડી શકાશે. હાઈકોર્ટે અગાઉના આદેશને બદલીને બે કલાક કર્યો હતો. અગાઉ તે 7થી 10 સુધી ત્રણ કલાકનો હતો.
Updated
2 years 1 month 5 days 7 hours 54 minutes ago
02:23 PM
News In shorts: યુકેના વડા પ્રધાન રિશી સુનકે દિવાળી સેલિબ્રેટ કરી
યુકેના વડા પ્રધાન રિશી સુનકે દિવાળી પહેલાં તેમના નિવાસસ્થાને હિન્દુ કમ્યુનિટીમાંથી ગેસ્ટ્સને આવકાર્યા હતા. એક્સ પ્લૅટફૉર્મ પર યુકેના પીએમની ઑફિસના ઑફિશ્યલ હૅન્ડલ પર શૅર કરવામાં આવેલા સ્પેશ્યલ દિવાળી ઇવેન્ટના ફોટોગ્રાફ્સમાં યુકેના પીએમ અને તેમનાં વાઇફ અક્ષતા મૂર્તિ દીવડા પ્રગટાવતાં તેમ જ હિન્દુ પરિવારોની સાથે જોવા મળ્યાં હતાં.

Updated
2 years 1 month 5 days 9 hours 47 minutes ago
12:30 PM
News Live Updates : મુંબઈમાં `હાઈ જેટ પ્રેશર` મશીનથી ચાલતા વાહનો પર પાણીનો છંટકાવ કરાશે
મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોમાં પ્રદૂષણમાં વધારો થયો છે. જેના કારણે નાગરિકોને આરોગ્યની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈ મહાનગરપાલિકા માર્ગદર્શિકાનો અમલ કરી રહી છે.


