
પ્રતીકાત્મક તસવીર
Updated
1 year 1 month 2 weeks 6 days 15 hours 25 minutes ago
09:00 PM
News Live Updates: જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલના વચગાળાના જામીન ફગાવાયા
જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલનું કેન્સર પ્રાથમિક તબક્કે હતું અને તે જીવલેણ નથી, એમ ગુરુવારે અહીં એક વિશેષ અદાલતે તબીબી આધાર પર તેમને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું. જોકે કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલ ગોયલને તેની પસંદગીની હોસ્પિટલમાં બે મહિના માટે કેન્સરની સારવાર કરાવવાની મંજૂરી આપી હતી.
Updated
1 year 1 month 2 weeks 6 days 15 hours 55 minutes ago
08:30 PM
News Live Updates: દેશની દર્શાવી અર્થવ્યવસ્થાએ શાનદાર વૃદ્ધિ
નાણાકીય વર્ષ 2023-24ના ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન દેશે 8.4 ટકાના દરે આર્થિક વૃદ્ધિ હાંસલ કરી છે. દેશનો જીડીપી ત્રીજા ક્વાર્ટરમાં 8.4 ટકા હતો, જે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર, જુલાઈ-સપ્ટેમ્બરમાં 7.6 ટકા હતો. ગયા નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી 4.4 ટકા હતો. આંકડા મંત્રાલયે નાણાકીય વર્ષ 2023-24 માટે જીડીપીનો બીજો એડવાન્સ અંદાજ પણ બહાર પાડ્યો છે. આ ડેટા અનુસાર, ભારતનો આર્થિક વિકાસ દર એટલે કે જીડીપી ચાલુ નાણાકીય વર્ષમાં 7.6 ટકા રહેવાનો અંદાજ છે, જે 2022-23માં 7 ટકા હતો.
Updated
1 year 1 month 2 weeks 6 days 16 hours 25 minutes ago
08:00 PM
News Live Updates: ડીજીસીએ ઍર ઈન્ડિયા પર લગાવ્યો ૩૦ લાખનો દંડ
ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ મુંબઈ એરપોર્ટ પર 80 વર્ષીય પેસેન્જરને વ્હીલચેર સહાય આપવાનો ઇનકાર કરતી ઘટનાને પગલે એર ઈન્ડિયાને રૂા. 30 લાખનો દંડ ફટકાર્યો હતો. આ ઘટનાથી કથિત રીતે વ્યક્તિનું મૃત્યુ થયું હતું.
Updated
1 year 1 month 2 weeks 6 days 16 hours 55 minutes ago
07:30 PM
News Live Updates: શરદ પવારે બંને ડેપ્યુટી સીએમને જમવા બોલાવ્યા, શું ખીચડી રંધાશે?
શરદ પવારે સીએમ અને બંને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને 2 માર્ચે બારામતીમાં તેમના મોહનબાગ નિવાસસ્થાને રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું છે. આ અંગે તેમણે સીએમ શિંદે, ડેપ્યુટી સીએમ અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસને પત્ર મોકલ્યો છે.