અરવિંદ કેજરીવાલની ફાઇલ તસવીર
Updated
1 year 8 months 3 weeks 4 days 2 hours 40 minutes ago
09:34 PM
News Live Updates: અરવિંદ કેજરીવાલે ખખડાવ્યો સુપ્રીમ કોર્ટનો દરવાજો
દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે (21 માર્ચ) દારૂ નીતિ કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટના આ નિર્ણય સામે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હવે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. અરજી ઈ-ફાઈલિંગ દ્વારા દાખલ કરવામાં આવી છે અને વહેલી તકે સુનાવણીની માંગ કરવામાં આવી છે.
Updated
1 year 8 months 3 weeks 4 days 3 hours 14 minutes ago
09:00 PM
Nws Live Updates: મોટી મુસીબતમાં મોહમ્મદ શમી, પત્ની હસીન જહાંએ લગાવ્યો ગંભીર આરોપ
હસીન જહાંએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી જેમાં તેણે મોહમ્મદ શમી પર આરોપ લગાવ્યો અને કહ્યું, "મારા સ્ટાર પતિ અને તેના પરિવારે મારી સાથે ગેરવર્તણૂક કરી. મને કોર્ટનો સહારો લેવાની ફરજ પડી, પરંતુ મારી મદદ જે રીતે કરવી જોઈએ તે રીતે કરવામાં આવી નહીં. અમરોહા પોલીસે મને અને મારી 3 વર્ષની દીકરી પર અત્યાચાર ગુજાર્યો છે.સરકારે મારું અપમાન કર્યું છે અને મારી સાથે થઈ રહેલા અત્યાચાર અને અન્યાયને જોઈ રહી છે. સત્ય હજુ લોકો સુધી પહોંચ્યું નથી. કોલકાતાની નીચલી અદાલત મારી સાથે અન્યાય કરી રહી છે."
Updated
1 year 8 months 3 weeks 4 days 3 hours 44 minutes ago
08:30 PM
News Live Updates: ચૂંટણી પંચે સાર્વજનિક કર્યો ઈલેક્ટોરલ બોન્ડનો તમામ ડેટા
કેન્દ્રીય ચૂંટણી પંચે ગુરુવારે (21 માર્ચ) ઈલેક્ટોરલ બોન્ડ અંગે SBI દ્વારા આપવામાં આવેલી માહિતીને સાર્વજનિક કરી હતી. ચૂંટણી પંચે ચૂંટણી દાનની માહિતી પોતાની વેબસાઈટ પર અપલોડ કરી છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર SBIએ ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડ નંબરો સોંપી દીધા છે.


