પ્રતીકાત્મક તસવીર
Updated
1 year 8 months 2 weeks 1 day 15 hours 31 minutes ago
09:00 PM
News Live Updates: મહારાષ્ટ્રનું વચગાળાનું બજેટ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું: NCP
વિપક્ષી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)એ મંગળવારે જણાવ્યું હતું કે, એકનાથ શિંદે સરકાર દ્વારા મહારાષ્ટ્ર વિધાનસભામાં રજૂ કરવામાં આવેલ નાણાકીય વર્ષ 2024-25 માટેનું વચગાળાનું બજેટ આગામી ચાર મહિના માટેનું હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ તે પૂર્ણ બજેટ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. તે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે.
Updated
1 year 8 months 2 weeks 1 day 16 hours 1 minute ago
08:30 PM
News Live Updates: રાજ ઠાકરે પર રામદાસ આઠવલેનું મોટું નિવેદન, `NDA સાથે હાથ મિલાવવાના બદલે...`
કેન્દ્રીય મંત્રી અને RPI(A)ના પ્રમુખ રામદાસ આઠવલેએ સોમવારે કહ્યું હતું કે રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ને રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)માં સામેલ ન કરવી જોઈએ. આઠવલેએ અહીં પત્રકારોને જણાવ્યું હતું કે જો રાજ ઠાકરેની પાર્ટી ભાજપની આગેવાની હેઠળના ગઠબંધન સાથે હાથ મિલાવવાની જગ્યાએ એકલા ચૂંટણી લડે તો તેને વધુ ફાયદો થઈ શકે છે. આગામી લોકસભા ચૂંટણી માટે MNS ભાજપ, શિવસેના અને NCPના `મહાયુતિ` ગઠબંધનમાં સામેલ થવાની અટકળો ચાલી રહી છે.
Updated
1 year 8 months 2 weeks 1 day 16 hours 31 minutes ago
08:00 PM
News Live Updates: 5 માર્ચ સુધી સમગ્ર શહેરમાં 15 ટકા પાણી કાપ
BMCએ માહિતી આપી છે કે પૂર્વ અને પશ્ચિમી ઉપનગરો સહિત સમગ્ર મુંબઈ શહેરને મંગળવાર, 27 ફેબ્રુઆરી (આજે રાત્રે)ની મધ્યરાત્રિથી મંગળવાર, 5 માર્ચ સુધી 15 ટકા પાણી કાપનો સામનો કરવો પડશે. સોમવારે પીસ વોટર પમ્પિંગ સ્ટેશનમાં લાગેલી આગને કારણે શહેરમાં પાણી પુરવઠાને ઘણી અસર થઈ છે. પૂર્વ ઉપનગરો અને દક્ષિણ મુંબઈના ભાગોમાં મંગળવારે 100 ટકા પાણી કાપનો સામનો કરવો પડ્યો હતો.
Updated
1 year 8 months 2 weeks 1 day 17 hours 1 minute ago
07:30 PM
News Live Updates: વડોદરા સ્ટેશનને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી
વડોદરાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરા સ્ટેશનને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે.


