
અશોક ચવ્હાણ દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા ત્યારની ફાઈલ તસવીર
Updated
11 months 4 weeks 17 hours 37 minutes ago
09:15 PM
News Live Updates: રાજ્યસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાંથી તમામ છ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા
કોંગ્રેસના અશોક ચૌહાણ સહિત રાજ્યસભાની ચૂંટણીના મેદાનમાં મહારાષ્ટ્રના તમામ છ ઉમેદવારોને મંગળવારે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.
Updated
11 months 4 weeks 17 hours 52 minutes ago
09:00 PM
News Live Updates: બીજેપી અધ્યક્ષ નડ્ડા આવતીકાલથી મુંબઈની બે દિવસીય મુલાકાતે
ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા બુધવારે તેમની બે દિવસીય મુંબઈ મુલાકાત શરૂ કરશે. બીજેપી ચીફ અનેક જાહેર અને સંગઠનાત્મક કાર્યક્રમોમાં ભાગ લેશે. બીજેપી અનુસાર, તેમના રોકાણ દરમિયાન જેપી નડ્ડા પાર્ટી કાર્યકર્તાઓને પણ સંબોધિત કરશે અને ક્લસ્ટર મીટિંગ કરશે. આ ઉપરાંત તેઓ છત્રપતિ શિવાજી મહારાજના શિલ્પનું ઉદ્ઘાટન પણ કરશે.
Updated
11 months 4 weeks 18 hours 22 minutes ago
08:30 PM
News Live Updates: મહારાષ્ટ્રમાં ૩૯ લોકસભા બેઠકો પર MVA સાથી પક્ષો વચ્ચે સર્વસંમતિ - શરદ પવાર
NCPના સ્થાપક શરદ પવારે મંગળવારે જણાવ્યું હતું કે, મહા વિકાસ અઘાડી (MVA)ના સભ્યો મહારાષ્ટ્રમાં 39 લોકસભા બેઠકો પર ચૂંટણી લડવા પર સર્વસંમતિ પર પહોંચ્યા છે. તેમણે કહ્યું કે બાકીની પાંચથી છ બેઠકો માટે ચર્ચાના વધુ રાઉન્ડ યોજવામાં આવશે.
Updated
11 months 4 weeks 18 hours 37 minutes ago
08:15 PM
News Live Updates: ઈન્દ્રાણી મુખર્જી પર ડોક્યુમેન્ટ્રી સિરીઝના પ્રસારણને રોકવાની સીબીઆઈની અરજી કોર્ટે ફગાવી
શીના બોરા મર્ડર કેસની મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખર્જી પરની ડોક્યુમેન્ટ્રી સિરીઝના પ્રસારણ પર રોક લગાવવા માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને અહીંની એક વિશેષ અદાલતે મંગળવારે ફગાવી દીધી હતી.