પ્રતીકાત્મક તસવીર
Updated
2 years 2 months 2 weeks 3 days 5 hours 43 minutes ago
05:08 PM
Live Updates : વિસર્જન પહેલાં ભારે વરસાદ
મુંબઈમાં ગુરુવારે ભારે વરસાદ જોવા મળ્યો હતો. ગુરુવારે શહેરમાં 08:00થી 16:00 કલાક દરમિયાન આટલો વરસાદ નોંધાયો હતો.
મુંબઈ શહેર: 6.97 મીમી
પૂર્વીય ઉપનગરો: 15.85 મીમી
પશ્ચિમી ઉપનગરો: 13.95 મીમી
Updated
2 years 2 months 2 weeks 3 days 6 hours 37 minutes ago
04:14 PM
Live Updates: પીએમ મોદીએ યૂટ્યૂબર્સને કરી ખાસ અપીલ, જાણો શું કહ્યું?
પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે યુટ્યુબર્સને અપીલ કરી હતી. પીએમએ કહ્યું કે તેમણે સ્વચ્છતા, ડિજિટલ પેમેન્ટ અને વોકલ ફોર લોકલ અભિયાન અંગે જાગૃતિ ફેલાવવાનું કહ્યું છે. આ દરમિયાન તેમણે કહ્યું કે દેશને જાગૃત કરો, આંદોલન શરૂ કરો. તેનું ઉદાહરણ આપતા પીએમએ કહ્યું કે તેઓ છેલ્લા 15 વર્ષથી યુટ્યુબ સાથે જોડાયેલા છે. 5 હજાર યુટ્યુબર્સને સંબોધતા પીએમએ કહ્યું કે તમારા દ્વારા પ્રસ્તુત કન્ટેન્ટ પણ આ તમામ અભિયાનોને મજબૂત બનાવશે.
Updated
2 years 2 months 2 weeks 3 days 7 hours 21 minutes ago
03:30 PM
Live Updates : ગુગલ પર સુસાઈડ સર્ચ કર્યું અને મુંબઈ પોલીસ પહોંચી બચાવવા, કાઉન્સેલિંગ માટે સંબંધીને મોકલ્યા ઘરે
મુંબઈથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યારે એક યુવકે છ મહિના પહેલા નોકરી ગુમાવ્યા બાદ અને તેની માતાને ફોજદારી કેસમાં જામીન ન મળતા આત્મહત્યા વિશે ગૂગલ પર સર્ચ કર્યું, ત્યારે મુંબઈ પોલીસ તેના બચાવમાં આવી. યુવકે આત્મહત્યા કરવાનો સરળ રસ્તો શોધી કાઢતાં જ ઈન્ટરનેટ મોનિટરિંગ સંસ્થા ઈન્ટરપોલે મુંબઈ પોલીસને એલર્ટ કરી દીધી હતી. ક્રાઈમ બ્રાન્ચને આ એલર્ટ મળતા જ મુંબઈ પોલીસ સક્રિય થઈ ગઈ અને બે કલાકમાં જ તેને શોધી કાઢ્યો અને પછી તેનું કાઉન્સેલિંગ કર્યું.
Updated
2 years 2 months 2 weeks 3 days 7 hours 58 minutes ago
02:53 PM
Live Updates: મરાઠી મહિલાને મુંબઈમાં ઓફિસ માટે જગ્યા ન મળી, વીડિયો વાયરલ થતા જ મચ્યો હોબાળો
મુંબઈના મુલુંડ ઈસ્ટર્ન સબર્બન વિસ્તારમાં એક મરાઠી મહિલાને ઓફિસની જગ્યા નકારવાના સમાચાર સામે આવ્યાના થોડા દિવસો બાદ રાજકારણ ગરમાયું છે. મુલુંડ પોલીસે એક પિતા-પુત્રની જોડી વિરુદ્ધ કેસ નોંધ્યો છે જેમણે મહિલાને ભાડે ઓફિસની જગ્યા આપવાનો ઇનકાર કર્યો હતો. તૃપ્તિ દેવરુખકર નામની મહિલાએ વીડિયોમાં દાવો કર્યો હતો કે તે મરાઠી હોવાને કારણે તેને ઑફિસ આપવામાં આવી નથી.


