ફાઇલ તસવીર
Updated
1 year 3 months 2 weeks 4 days 4 hours 59 minutes ago
04:03 PM
Live Updates : બુલઢાણામાં હાઇવે પર ટ્રકની અડફેટે આવતાં પાંચ મજૂરોનાં મોત
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં સોમવારે એક હાઇવે પર ટ્રકની અડફેટે આવતાં પાંચ મજૂરોનાં મોત થયાં હતાં અને અન્ય ઘણા લોકો ઘાયલ થયાં હતાં
Updated
1 year 3 months 2 weeks 4 days 5 hours 29 minutes ago
03:33 PM
Live Updates : ગાંધીજીની પ્રતિમાને સુશોભિત કરો નહીંતર શિવસેના ઉગ્ર આંદોલન કરશે
આજે મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે અનેક પક્ષો અને સામાજિક સંગઠનો મહાત્મા ગાંધીના નામે ભારતભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે, તો બીજી તરફ શિવસેનાએ આજે જે વિસ્તારોમાં ઘણી પ્રતિમાઓ છે તેને ન સજાવવા બદલ વિરોધ કર્યો છે.
Updated
1 year 3 months 2 weeks 4 days 6 hours 3 minutes ago
02:59 PM
Live Updates : એકનાથ શિંદેએ શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારોને સ્વચ્છ રાખવા કરી અપીલ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારોને સ્વચ્છ રાખવા માટે વ્યાપક ઝુંબેશ શરૂ કરી છે. મુખ્યમંત્રી શિંદેનો નિર્દેશ રવિવારે કુર્લામાં વત્સલતાઈ નાઈક નગર એસઆરએ કોલોનીની તેમની મુલાકાતના પ્રતિભાવ રૂપે આવ્યો હતો. જે દરમિયાન તેમણે શહેરની ઝૂંપડપટ્ટીઓની સ્થિતિ સુધારવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
Updated
1 year 3 months 2 weeks 4 days 6 hours 41 minutes ago
02:21 PM
Live Updates : મુંબઈ એરપોર્ટ પર 3 કિલોથી વધુ સોના સાથે વિદેશીની ધરપકડ
એક મહત્વપૂર્ણ કામગીરીમાં મુંબઈ એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)એ મુંબઈ એરપોર્ટ પર સહરા મોહમ્મદ ઓમર નામના વિદેશી નાગરિકની ધરપકડ કરી હતી. તેણે અંદાજે રૂ. 1.63 કરોડના સોનાની દાણચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.