ફાઇલ તસવીર
Updated
2 years 3 months 3 weeks 6 days 22 hours 46 minutes ago
05:56 PM
Live Updates : સીબીઆઈએ CGST અધિકારીની લાંચ લેવા બદલ કરી ધરપકડ
સીબીઆઈએ CGST અધિકારીની મુંબઈમાં કથિત રીતે ચીન સ્થિત એક કંપનીને લગતા કરવેરાના મુદ્દાઓને ઉકેલવા માટે 15 લાખ રૂપિયાની લાંચની માગણી કરવા બદલ ધરપકડ કરી છે. સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST) સુપરિન્ટેન્ડેન્ટ હેમંત કુમાર પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓએ ચીન સ્થિત `વેલફુલ ઇન્ટર-ટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ`ને લગતા પ્રશ્નોના સમાધાન માટે ટેક્સ કન્સલ્ટન્ટ પાસેથી 30 લાખ રૂપિયાની માગણી કરી હતી.
Updated
2 years 3 months 3 weeks 6 days 23 hours 47 minutes ago
04:55 PM
Live Updates : થાણેમાં કુલીઓના જુથને ધમકાવવા બદલ એક વ્યક્તિ વિરુદ્ધ નોંધાયો ગુનો
મહારાષ્ટ્રના થાણે શહેરમાં કુલીઓના જૂથને કથિત રીતે બંદૂકની અણી પર ધમકાવવા અને તેમને બાંધકામ સ્થળ પર કામ કરતા અટકાવવા બદલ એક વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. બુધવારે આરોપી યતીશ મુરલીધર ભોઈર કેટલાક સ્થાનિક લોકો સાથે ઘોડબંદર રોડ પર એક બાંધકામ સાઈટ પર ગયો હતો. તેણે કામ કરી રહેલા કુલીઓના જુથને ધમકાવ્યો હતો.
Updated
2 years 3 months 4 weeks 22 minutes ago
04:20 PM
Live Updates : મણિપુરમાં હિંસા ફરી ઉગ્ર બની, મળી આવ્યા 3 મૃતદેહો
મણિપુરમાં હિંસા અટકી નથી. તાજેતરનો મામલો આજે એટલે કે શુક્રવારનો છે. રાજ્યના ઉખરુલ જિલ્લાના કુકી થોવાઈ ગામમાં ભારે ગોળીબાર બાદ ત્રણ લોકોના વિકૃત મૃતદેહ મળી આવ્યા છે. અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, લિટન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં હિંસા થઈ હતી. અહીં વહેલી સવારે ગોળીબારનો અવાજ સંભળાયો હતો. અધિકારીએ કહ્યું કે પોલીસે આસપાસના ગામો અને જંગલોમાં તલસ્પર્શી શોધ કરી અને 24 થી 35 વર્ષની વયના ત્રણ લોકોના મૃતદેહ મળ્યા.
Updated
2 years 3 months 4 weeks 56 minutes ago
03:46 PM
Live Updates: કોરોના BA.2.86 ના નવા પ્રકાર અંગે ચેતવણી જારી કરવામાં આવી, ઘણા દેશોમાં નોંધાયા કેસ
વિશ્વમાં ફરી એકવાર કોરોનાને લઈને ચર્ચા તેજ થઈ ગઈ છે. હવે કોરોના BA.2.86ના નવા પ્રકારે લોકોને ડરાવવાનું શરૂ કર્યું છે. યુએસ ડિસીઝ કંટ્રોલ એજન્સીએ નવા કોરોના વાયરસ BA.2.86ની શોધ કરી છે. આ સાથે લોકોને આ અંગે એલર્ટ પણ કરવામાં આવ્યા છે. ઇઝરાયેલ, ડેનમાર્ક અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિત ઘણા દેશોમાં કેસ નોંધાયા છે.


