
પ્રતીકાત્મક તસવીર
Updated
1 year 5 months 3 weeks 1 day 14 hours 46 minutes ago
05:15 PM
Live Updates : હવે કૉર્ટરૂમમાં આ શબ્દોનો નહીં થાય ઉપયોગ
સુુપ્રીમ કૉર્ટમાં અફેર, હાઉસવાઈફ, પ્રોસ્ટીટ્યૂટ જેવા શબ્દોનો ઉપયોગ હવે નહીં કરવામાં આવે, આ માટે કૉર્ટે વૈકલ્પિક શબ્દોની સૂચિ જાહેર કરી છે.
Updated
1 year 5 months 3 weeks 1 day 15 hours 59 minutes ago
04:02 PM
Live Updates : થાણેમાં યુવકે પ્રેમ સંબંધ મુદ્દે 12 વર્ષની છોકરી પર કર્યો હુમલો
થાણે જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક 20 વર્ષીય વ્યક્તિએ 12 વર્ષની છોકરી પર પ્રેમ સંબંધ બાંધવાનું ના પડતાં જ જીવલેણ હુમલો કર્યો હતો. પોલિસ અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ આ વ્યક્તિએ છોકરીને જીવાણુનાશક દવા પીવડાવીને તેનો જીવ લેવાનો પ્રયાસ કર્યો છે.
Updated
1 year 5 months 3 weeks 1 day 17 hours 46 minutes ago
02:15 PM
Live Updates : મુંબઈ પોલીસે ૭૦ લાખના ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો
મુંબઈ પોલીસે આપેલી માહિતી પ્રમાણે, મુંબઈ પોલીસે આંતરરાજ્ય ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં ૭૦ લાખ રુપિયાથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે આઠ લોકોની ધરપકડ કરી છે.
Updated
1 year 5 months 3 weeks 1 day 18 hours 16 minutes ago
01:45 PM
Live Updates : મહારાષ્ટ્રમાં એક જોઈન્ટ ઓપરેશનમાં વિસ્ફોટકો જપ્ત કર્યા
મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લા પોલીસે અને પડોશી છત્તીસગઢની પોલીસે એક સંયુક્ત ઓપરેશનમાં સરહદ પરથી વિસ્ફોટકો અને અન્ય સામગ્રી જપ્ત કરી છે. બંને રાજ્યોની સરહદે નક્સલવાદીઓ સાથે ગોળીબાર બાદ વિસ્ફોટકો, માઓવાદી સાહિત્ય અને અન્ય સામગ્રી જપ્ત કરી હોવાની માહિતી અધિકારીએ આપી હતી.