તેમણે આખું જીવન લોકસેવા માટે સોંપી દીધું છે. મી પુન્હા યેઇન તેમણે લોકસેવા માટે જ કહ્યું હતું.
ગઈ કાલે આઝાદ મેદાનમાં શપથવિધિ સમારંભમાં અમૃતા ફડણવીસ. (તસવીર : રાણે આશિષ)
દેવેન્દ્ર ફડણવીસ ફરી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન થતાં તેમને શુભેચ્છા આપવામાં આવી રહી છે ત્યારે તેમનાં પત્ની અમૃતા ફડણવીસે શપથવિધિ બાદ ગઈ કાલે કહ્યું હતું કે ‘આજે મારા પતિએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદના શપથ લીધા એ આનંદની વાત છે. જોકે આ જેટલી મોટી વાત છે એટલી જ મોટી જવાબદારી પણ છે. હવે આખા રાજ્યને જોર લગાવીને આગળ લઈ જવાનું છે. વિરોધીઓએ અનેક વખત વ્યક્તિગત ટીકા કરી, પણ હવે કડવાશ દૂર નહીં થાય તો કેવી રીતે રાજ્ય આગળ જશે? રાજ્યને આગળ લઈ જવા માટે આપણે એકસાથે આગળ જવાનું છે. લાડકી બહેનોએ મહાયુતિને જબરદસ્ત સમર્થન આપ્યું છે. તેઓ અમારી સાથે છે અને સાથે જ રહેશે. દેવેન્દ્રજી ત્રીજી વખત મુખ્ય પ્રધાન થયા છે. છ વખત તેઓ વિધાનસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમણે આખું જીવન લોકસેવા માટે સોંપી દીધું છે. મી પુન્હા યેઇન તેમણે લોકસેવા માટે જ કહ્યું હતું.’


