Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગરમીથી બચવા કિશોર પવઈ તળાવમાં પડ્યો, ડૂબી ગયો

ગરમીથી બચવા કિશોર પવઈ તળાવમાં પડ્યો, ડૂબી ગયો

11 May, 2022 08:19 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પવઈમાં આરે કૉલોનીના ભીમનગરમાં રહેતો ૧૫ વર્ષનો ગૌતમ ભીમરાવ પાંચાળ ગરમીથી બચવા સોમવારે પવઈ તળાવમાં નહાવા પડ્યો હતો

પ્રતીકાત્મક તસવીર Powai News

પ્રતીકાત્મક તસવીર



મુંબઈ ઃ પવઈમાં આરે કૉલોનીના ભીમનગરમાં રહેતો ૧૫ વર્ષનો ગૌતમ ભીમરાવ પાંચાળ ગરમીથી બચવા સોમવારે સાંજે ૭.૩૦ વાગ્યે પવઈ તળાવમાં નહાવા પડ્યો હતો, પણ પાણીની ઊંડાઈનો તેને અંદાજ ન આવતાં ડૂબી ગયો હતો. તે મુલુંડ સાઇડ તળાવમાં હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડ્યા હતા અને તળાવમાંથી બહાર કાઢીને તેને તરત જ મુલુંડની અગ્રવાલ હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. 
મુલુંડ પોલીસે ત્યાર બાદ તેના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલાવ્યો હતો અને તેના પરિવારને પણ જાણ કરી હતી. 
મુલુંડ પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી કેસની વધુ તપાસ હાથ ધરી હતી. દીકરાનું મૃત્યુ થતાં પાંચાળ પરિવાર દુઃખમાં ડૂબી ગયો.


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2022 08:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK