મહારાષ્ટ્ર પોલીસના ગુપ્તચર વિભાગે કહ્યું...
અજીત પવાર
મહારાષ્ટ્ર પોલીસના ગુપ્તચર વિભાગે ચેતવણી જાહેર કરી છે કે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના અધ્યક્ષ અજિત પવાર કે તેમની કારના કાફલા પર હુમલો થઈ શકે છે. આ સૂચના મળ્યા બાદ અજિત પવારની સિક્યૉરિટીમાં વધારો કરવામાં આવ્યો છે. અજિત પવાર આજે જળગાવ જિલ્લાના ધુળે અને માલેગાવ સેન્ટ્રલની મુલાકાત કરવાના છે એ સમયે જ તેમના પર હુમલો થવાનું જોખમ હોવાનું પોલીસે જણાવ્યું હતું.