Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દેશની આર્થિક રાજધાની આર્થિક ગુનાઓમાં પણ પહેલા નંબરે

દેશની આર્થિક રાજધાની આર્થિક ગુનાઓમાં પણ પહેલા નંબરે

Published : 06 December, 2023 08:37 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૨માં ૧,૯૩,૩૮૫ વાઇટ કૉલર ક્રાઇમ નોંધાયા હતા, જે ૨૦૨૧ની સરખામણીએ ૨૦,૩૭૨ વધારે હતા

દેશની આર્થિક રાજધાની આર્થિક ગુનાઓમાં પણ પહેલા નંબરે

દેશની આર્થિક રાજધાની આર્થિક ગુનાઓમાં પણ પહેલા નંબરે


જે રીતે મુંબઈ દેશની આર્થિક રાજધાની ગણાય છે એ જ રીતે એ દેશના ઇકૉનૉમિક ક્રાઇમની પણ રાજધાની છે એમ નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરો (એનસીઆરબી)ના સોમવારે બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. એનસીઆરબી યુનિયન ​મિનિસ્ટ્રી ઑફ હોમ અફેર હેઠળ કામ કરે છે. આર્થિક ગુનાઓમાં છેતરપિંડી, ગુનાહિત ઇરાદા સાથે વિશ્વાસઘાત કરવો, બનાવટી દસ્તાવેજો બનાવવા જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. દેશભરમાં ગયા વર્ષે ૧,૯૩,૩૮૫ આર્થિક ગુના નોંધાયા હતા, જ્યારે દેશભરનાં શહેરોમાં સૌથી વધુ આર્થિક ગુના મુંબઈમાં નોંધાયા છે. ૨૦૨૨ના એક જ વર્ષમાં મુંબઈમાં ૬,૯૬૦ આર્થિક ગુના નોંધાયા છે. બીજા સ્થાને હૈદરાબાદમાં ૬,૦૧૫ ગુના નોંધાયા છે. 


૨૦૨૦થી દેશમાં આર્થિક ગુનામાં વધારો થઈ રહ્યો છે. ૨૦૨૦માં ૧,૪૫,૭૫૪ ગુના નોંધાયા હતા, જ્યારે ૨૦૨૧માં એ સંખ્યા ૧,૭૪,૦૧૩ રહી હતી. આમ એક જ વર્ષમાં અંદાજે ૩૦,૦૦૦ ગુના વધુ નોંધાયા હતા. ૨૦૨૨માં ૧,૯૩,૩૮૫ ગુના નોંધાયા હતા, જે ૨૦૨૧ની સરખામણીએ ૨૦,૩૭૨ વધારે હતા. 



જોકે એક જ શહેરમાં ૫૦ કરોડ કરતાં વધુની રકમ સંડાવાયેલી હોય એવા ગુનામાં દિલ્હી ૧૨ ગુના સાથે મોખરે છે, જ્યારે મુંબઈમાં એવા ૧૦ ગુના નોંધાયા હતા. આર્થિક છેતરપિંડીના ગુનામાં મહારાષ્ટ્ર ચોથા નંબરે છે. પ૦ કરોડ કરતાં વધુની છેતરપિંડી થઈ હોય એવા કેસ મહારાષ્ટ્રમાં ૨૦ નોંધાયા છે, જેમાં લોકોની ૧,૦૦૦ કરોડ રૂપિયા કરતાં વધુની રકમ સલવાઈ ગઈ છે. 


વળી એ જ રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે દેશભરમાં સૌથી વધુ ૮,૨૧૮ રમખાણો બદલના ગુના પણ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. ઇન્ડિયન પીનલ કોડ હેઠળ દેશભરમાં સૌથી વધુ ગુના ઉત્તર પ્રદેશમાં નોંધાયા છે અને એની પાછળ-પાછળ મહારાષ્ટ્રનો નંબર છે. મહારાષ્ટ્રમાં ૨૦૨૨માં હત્યાના ૨૨૯૫ કેસ નોંધાયા હતા. હત્યાના કેસની સરખામણી કરતાં સૌથી વધુ ઉત્તર પ્રદેશ, એ પછી બિહાર અને ત્રીજા નંબરે મહારાષ્ટ્ર આવે છે. બળાત્કારના ૨૯૦૪ નોંધાયેલા કેસ સાથે મહારાષ્ટ્ર ચોથા નંબરનું રાજ્ય રહ્યું છે. બળાત્કારમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ એની આગળ છે.


Whatsapp-channel Whatsapp-channel

06 December, 2023 08:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK