બીજા કામગારની ઈજાઓ ગંભીર ન હોવાથી તેને પ્રાથમિક સારવાર આપીને રજા આપી દેવાઈ હતી
ઘટનાસ્થળ
મલાડ-ઈસ્ટમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર સમુદ્ર બાર ઍન્ડ રેસ્ટોરાં પાસે સ્લમ રીહૅબિલિટેશન ઓથૉરિટી (SRA)ના બિલ્ડિંગના કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. એમિટી કન્સ્ટ્રક્શન દ્વારા એ માટે પાયાનો ખાડો ખોદવામાં આવ્યો હતો. એ ખાડાની માટી કાઢીને બહાર સાઇડ પર રાખવામાં આવી હતી. ગઈ કાલે બપોરે ૧.૧૫ વાગ્યે વરસાદને કારણે એ માટી ફરી પાછી ખાડામાં ધસી પડી હતી. એ માટી હેઠળ ત્રણ કામગાર દબાઈ ગયા હતા.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ જણાવ્યા મુજબ એમાંના બે કામદારોને જોગેશ્વરીમાં આવેલી હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાં ડૉક્ટરે ૩૯ વર્ષના પ્રેમચંદ જયસ્વાલને તપાસીને મૃત જાહેર કર્યો હતો, જ્યારે બીજા કામગારની ઈજાઓ ગંભીર ન હોવાથી તેને પ્રાથમિક સારવાર આપીને રજા આપી દેવાઈ હતી. ત્રીજા કામગારને કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો.

