બૉક્સની અંદર આ પક્ષી અને વાંદરાને પૅક કર્યાં હતાં. આ પક્ષી અને વાંદરાને બાદમાં તેમના દેશમાં પાછાં મોકલી દેવામાં આવશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર થાઇલૅન્ડથી આવેલા બે પૅસેન્જરનો સામાન ચેક કરવામાં આવતાં એમાંથી સાત વિદેશી પક્ષી અને ત્રણ વાંદરા મળી આવ્યાં હતાં. કસ્ટમ્સના અધિકારીના જણાવ્યા મુજબ ધરપકડ કરવામાં આવેલા પૅસેન્જરના સામાનમાંથી બહાર કાઢવામાં આવેલાં સાત વિદેશી પક્ષીમાંથી ત્રણ પક્ષી મૃત્યુ પામ્યાં હતાં, જ્યારે બાકીનાં પક્ષી અને મન્કીને વાઇલ્ડ લાઇફ વેલ્ફેર માટે કામ કરતી સંસ્થાને સોંપવામાં આવ્યાં હતાં. બન્ને પ્રવાસી શુક્રવારે થાઇલૅન્ડથી મુંબઈ પહોંચ્યા હતા. તેમણે બૉક્સની અંદર આ પક્ષી અને વાંદરાને પૅક કર્યાં હતાં. આ પક્ષી અને વાંદરાને બાદમાં તેમના દેશમાં પાછાં મોકલી દેવામાં આવશે.

