આ ફ્લાયઓવર શરૂ થઈ જવાથી મીરા રોડ સ્ટેશન તરફથી મીરા-ભાઈંદર મેઇન રોડમાં જવા માટે થતી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે
ડબલ ડેકર ફ્લાયઓવર
મીરા-ભાઈંદર રોડ પર એસ. કે. સ્ટોન સિગ્નલથી શિવાર ગાર્ડન સુધીના ૮૫૦ મીટર લંબાઈ ધરાવતા ડબલ ડેકર ફ્લાયઓવરનું ગઈ કાલે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ લોકાર્પણ કર્યું હતું. આ ફ્લાયઓવર શરૂ થઈ જવાથી મીરા રોડ સ્ટેશન તરફથી મીરા-ભાઈંદર મેઇન રોડમાં જવા માટે થતી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે. ગયા વર્ષે મીરા-ભાઈંદર રોડ પર પ્લેઝન્ટ પાર્કથી સિલ્વર પાર્ક સુધીનો પહેલો ડબલ ડેકર ફ્લાયઓવર શરૂ કરવામાં આવ્યો હતો. આ જ રસ્તામાં ત્રીજો ડબલ ડેકર ફ્લાયઓવર શિવાર ગાર્ડનથી ગોલ્ડન નેસ્ટ સર્કલ સુધી બનાવવામાં આવી રહ્યો છે જે ત્રણેક મહિનામાં તૈયાર થઈ જવાની શક્યતા છે.

