ઘાટકોપર અને મુંબઈમાં 100 ટકા મતદાન માટે ગુજરાતી યુવકે કસી કમર
નિખિલ શાહ
ઘાટકોપર (ઈસ્ટ)નાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી)નાં ભૂતપૂર્વ નગરસેવિકા ડૉ. મૃદુલા શાહના પુત્ર નિખિલ શાહે આવતી કાલના મતદાનના દિવસે ઘાટકોપર (ઈસ્ટ)ના અનેક રીડેવલપમેન્ટમાં ગયેલાં બિલ્ડિંગોના દિવ્યાંગ રહેવાસીઓ માટે એક અનોખી વાહન-વ્યવસ્થા ઉપલબ્ધ કરી છે, એટલું જ નહીં, મુંબઈના મતદારો તેમના મતદાન કરેલા સેલ્ફી નિખિલ શાહને મોકલીને કાર-સર્વિસ સહિત અનેક કંપનીની પ્રોડક્ટમાં ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આની પાછળનો નિખિલ શાહનો ઉદ્દેશ માત્ર લોકશાહીમાં ઘાટકોપર અને મુંબઈમાં ૧૦૦ ટકા મતદાન થાય એટલો જ છે.
ઘાટકોપરના દિવ્યાંગો
ADVERTISEMENT
આજે ઘાટકોપર (ઈસ્ટ)માં અનેક બિલ્ડિંગો રીડેવલપમેન્ટમાં છે એમ જણાવતાં નિખિલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આવાં બિલ્ડિંગના દિવ્યાંગ રહેવાસીઓ ઘાટકોપર (ઈસ્ટ)માંથી ઘાટકોપરના અન્ય વિસ્તારોમાં અને અન્ય ઉપનગરોમાં રહેવા જતા રહ્યા છે. તેમનાં નામ હજી પણ ઘાટકોપરની મતદારયાદીમાં છે, પરંતુ તેઓ દિવ્યાંગ હોવાથી કોઈ પણ કારણસર મતદાન-કેન્દ્ર પર પહોંચી શકતા નથી. આવા દિવ્યાંગો તેમના મતદાન-અધિકારનો ઉપયોગ કરી શકે એ માટે મુંબઈની આસપાસના કોઈ પણ વિસ્તારમાંથી તેમને મતદાન-મથક સુધી લેવા-મૂકવા માટે મારા તરફથી નિ:શુલ્ક વાહનસેવા આપવામાં આવશે. એ માટે તેમણે મારા આ ૯૯૮૭૦૧૧૧૬૬ નંબર પર બુકિંગ કરાવવાનું રહેશે.’
આ પણ વાંચો : મુંબઈના ઑટો-ટૅક્સી ડ્રાઇવરોની અનોખી પહેલ
મતદાનનો સેલ્ફી મોકલો, ડિસ્કાઉન્ટ મેળવો
ગુજરાતી મતદારો મતદાન પ્રત્યે ઉદાસીનતા કે આળસ દાખવતા જોવા મળે છે. આ સંદર્ભે નિખિલ શાહે કહ્યું હતું કે ‘આવા મતદાતાઓને મતદાન માટે પ્રોત્સાહિત કરવા મેં ૩૫ કંપનીઓ સાથે વાતચીત કરી રાખી છે. આ કંપનીઓ તરફથી તેમને કાર-સર્વિસ સહિત ખરીદીઓ પર ડિસ્કાઉન્ટ મળશે. આ ડિસ્કાઉન્ટ-ઑફરનો લાભ લેવા માટે મતદાતાઓએ તેમની સહીની આંગળીવાળો સેલ્ફી લઈને મારા મોબાઇલ-નંબર ૯૯૮૭૦૯૯૯૬૬ પર મોકલવાનો રહેશે. આ સેલ્ફી મતદાનના દિવસે અથવા એના એક અઠવાડિયાની અંદર તેઓ મને મોકલી શકે છે. સેલ્ફી મોકલ્યાના ૯૦ દિવસ સુધી મારી ઑફર ઓપન રહેશે, જેમાં તેઓ કાર-સર્વિસ સહિતની ખરીદી પર ડિસ્કાઉન્ટ મેળવી શકશે. આની પાછળનો મારો ઉદ્દેશ મુંબઈમાં આ ચૂંટણીમાં ૧૦૦ ટકા મતદાન થાય એટલો જ છે. લોકો કોને મત કરે છે એના કરતાં મતદાન કરે છે એ લોકશાહીમાં મહkવનું છે.’


