રાધિકાએ આ ઇવેન્ટમાં ૧૯૫૯માં તૈયાર થયેલો પિન્ક કલરનો વિન્ટેજ ક્રિશ્ચિયન ડાયરનો કૉકટેલ ડ્રેસ પહેર્યો હતો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ૧૨ જુલાઈએ મુંબઈમાં પ્રભુતામાં પગલાં પાડશે એટલે અંબાણી-પરિવાર લગ્નપ્રસંગની જોરદાર તૈયારી કરી રહ્યો છે. તાજેતરમાં અનંત અને રાધિકાની બીજી પ્રી-વેડિંગ પાર્ટી લક્ઝરી ક્રૂઝ પર યોજાઈ હતી. ઇટલીથી ફ્રાન્સ જતા ક્રૂઝ પર ૪ દિવસના ભવ્ય સેલિબ્રેશનમાં ૮૦૦ મહેમાનો સામેલ થયા હતા. ઇટલીના પોર્ટોફિનોમાં આયોજિત ક્રૂઝ-પાર્ટીના છેલ્લા દિવસે ‘લા ડોલ્સે વિટા’ ઇવેન્ટમાં રાધિકા મર્ચન્ટના ડ્રેસે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
રાધિકાએ આ ઇવેન્ટમાં ૧૯૫૯માં તૈયાર થયેલો પિન્ક કલરનો વિન્ટેજ ક્રિશ્ચિયન ડાયરનો કૉકટેલ ડ્રેસ પહેર્યો હતો. ક્રિશ્ચિયન ડાયર જાણીતા ફ્રેન્ચ ફૅશન-ડિઝાઇનર છે. આ ડ્રેસની કિંમત ૩.૨ લાખ રૂપિયા છે. રાધિકાએ આ ડ્રેસ સાથે હર્મીસ મિની કેલી બૅગ કૅરી કર્યો હતો જેની કિંમત ૨૨ લાખ રૂપિયાથી વધુ છે. તેણે સાઇડ પોનીટેઇલમાં સુંદર સ્કાર્ફ લગાવીને ઇટાલિયન ટચ આપ્યો હતો.

