પુણેની એક હોટેલના માલિકોએ તેમની હોટેલનું નામ બર્ગર કિંગ રાખતાં યુનાઇટેડ સ્ટેટ્સસના બર્ગર કિંગ કૉર્પોરેશને એ સામે વાંધો લીધો હતો અને તેમને એ નામ ન રાખવા કોર્ટમાં અરજી કરી હતી
હોટેલનું નામ બર્ગર કિંગ
પુણેની એક હોટેલના માલિકોએ તેમની હોટેલનું નામ બર્ગર કિંગ રાખતાં યુનાઇટેડ સ્ટેટ્સસના બર્ગર કિંગ કૉર્પોરેશને એ સામે વાંધો લીધો હતો અને તેમને એ નામ ન રાખવા કોર્ટમાં અરજી કરી હતી અને એ દ્વારા એમના નામ અને ટ્રેડમાર્કનો ભંગ કરવામાં આવ્યો હોવાની દલીલ કરી હતી. જોકે પુણે કોર્ટે એમની આ અરજી ફગાવી દેતાં બર્ગર કિંગ કૉર્પોરેશન દ્વારા આ બાબતે બૉમ્બે હાઈ કોર્ટમાં પુણે કોર્ટના એ ચુકાદાને પડકારતી અરજી કરવામાં આવી હતી.
બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ એ. એસ. ચાંદુરકર અને જસ્ટિસ રાજેશ પાટીલની બેન્ચે સોમવારે એના પર સુનાવણી કરી વચગાળાનો ચુકાદો આપતાં કહ્યું હતું કે ‘બર્ગર કિંગ કૉર્પોરેશન દ્વારા ફાઇલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી થવી જોઈએ અને સાથે એ સંદર્ભેના બધા જ પુરાવાઓ પણ ચકાસવાની જરૂર હોવાથી ત્યાં સુધી પુણેની હોટેલે બર્ગર કિંગ નામ ન વાપરવું જોઈએ.’
