થાણેમાં ૧૮થી ૨૧ જાન્યુઆરી દરમ્યાન પ્રૉપર્ટી એક્ઝિબિશન
થાણે (વેસ્ટ)માં બિગ બઝાર પાસે હાઇલૅન્ડ ગાર્ડન્સમાં યોજાનારા આ પ્રદર્શનનું ઉદ્ઘાટન થાણેના સુધરાઈ કમિશનર આર. એ. રાજીવ કરવાના છે. આવનારા તમામ લોકોને આ પ્રદર્શન ગમશે એવો વિશ્વાસ એના આયોજકોને છે, કારણ કે આ વખતનું પ્રદર્શન ‘ફૉલ ઇન લવ વિથ થાણે’ વિષય પર આધારિત છે. ૨૦૧૨માં આ પ્રદર્શન ભરવામાં આવ્યું નહોતું એટલે એક વર્ષના ગૅપ પછી આવું પ્રદર્શન લોકોને જોવા મળવાનું છે. એન્ટ્રી-ફી ૨૫ રૂપિયા છે.
થાણે શહેરમાં ઘરની શોધ કરી રહેલા લોકોને આ પ્રદર્શનથી અનેક વિકલ્પો ઉપલબ્ધ થશે અને હોમ ફાઇનૅન્સ કંપનીઓ અને બૅન્કો પણ પ્રદર્શનમાં સહભાગી હોવાથી લોકોને ઘણી રાહત પણ મળશે. બજેટ ફ્લૅટ્સ, તમામ સગવડો સાથેના ફ્લૅટ્સ, કમર્શિયલ પ્રૉપર્ટી, સેકન્ડ હોમ, પ્લૉટ્સ વગેરે તમામ પ્રકારના રિયલ એસ્ટેટના પ્રકાર આ પ્રદર્શનમાં રજૂ થવાના છે.
