ગઈ કાલે રાજ્યના એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના મિનિસ્ટર અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે કહ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
હાઉસિંગ સોસાયટીમાં નીચે આવેલા કમર્શિયલ પ્રિમાઇસિસમાં કે દુકાનમાં જો દારૂની દુકાન ખોલવી હોય તો એ માટે હાઉસિંગ સોસાયટીની પરવાનગી હવે ફરજિયાત લેવી પડશે એમ ગઈ કાલે રાજ્યના એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના મિનિસ્ટર અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે કહ્યું હતું.
પુણે જિલ્લાના ચિંચવડના ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય શંકર જગતાપે વિધાનસભામાં કરેલા પ્રશ્નના જવાબમાં અજિત પવારે કહ્યું હતું કે ‘ઇન્ડિયન મેડ ફૉરેન લિકર કે પછી દેશી દારૂ એમ બન્ને કૅટેગરીના દારૂનું વેચાણ કરવા હાઉસિંગ સોસાયટીની પરવાનગી લેવી હવે ફરજિયાત છે. વળી આ પૉલિસી આખા રાજ્યમાં લાગુ પડશે.’


