Panvel-Karjat Railway Corridor: મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (MUTP-3) હેઠળ પનવેલથી કર્જત સુધી 29.6 કિલોમીટર લાંબો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. નવી રેલ્વે લાઇન પર પાંચ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પનવેલ અને કર્જત (Panvel-Karjat Railway Corridor) વચ્ચેની મુસાફરી કરતાં મુસાફરો માટે હવે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (MUTP-3) હેઠળ પનવેલથી કર્જત સુધી 29.6 કિલોમીટર લાંબો કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. આ રેલવે લાઇનના નવા રૂટથી મુંબઈની આસપાસના વિસ્તારોના મુસાફરોને ઘણી રાહત થશે.
મળતી માહિતી મુજબ આ માર્ગ પર ટનલ બનાવવામાં આવશે. વેવરલી તરીકે ઓળખાતી મુંબઈ ઉપનગરીય રેલવે લાઇન પરની સૌથી લાંબી ટનલ આ રેલવે લાઇન પર બાંધવામાં આવશે. આ આખા જ નવા પ્રોજેક્ટ (Panvel-Karjat Railway Corridor)ને કારણે નવી રેલ્વે લાઇન તૈયાર થશે. જેથી મુસાફરોને એ ફાયદો થશે કે હવે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને કર્જત વચ્ચેનું અંતર ખૂબ જ ઘટી જશે. આ નવી રેલ્વે લાઇન પર પાંચ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે. સ્ટેશનોના નામ પનવેલ, મહાપે, ચિકલ, ચોક અને કર્જત છે. આ નવી રેલ્વે લાઇનની કુલ લંબાઈ 30 કિમી છે. ત્રણ ટનલ, બે રેલ ફ્લાયઓવર, 44 મોટા-નાના પુલ, 15 રોડ-અંડર બ્રિજ અને સાત રોડ-ઓવર બ્રિજ મળીને સંપૂર્ણ લાઇન બનાવે છે.
ADVERTISEMENT
ઉપરાંત આ સંપૂર્ણ પ્રોજેક્ટ (Panvel-Karjat Railway Corridor) પૂર્ણ થયા પછી થાણે અને કલ્યાણ સ્ટેશનો વચ્ચેની ભીડમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. આ પ્રોજેક્ટને કારણે મુસાફરોની ભીડમાં ઘટાડો થવાની સંભાવના છે. આ MUTP-3નો સમગ્ર ખર્ચ રૂ. 10,947 કરોડ હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટને 2016માં મંજૂરી મળી હતી. એવી આશા રખાઇ રહી છે કે માર્ચ 2025 સુધીમાં આ માર્ગ મુસાફરો માટે શરૂ કરી દેવામાં આવશે.
વેવરલીનું નિર્માણ કાર્ય આ વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થયું હતું. સાત મહિનામાં ટનલના એક ભાગનું ડ્રિલિંગ પૂર્ણ થઈ ગયું છે. ત્રણેય ટનલ - વેવરલી ટનલ (2.6 કિમી), કિરાવલી ટનલ (300 મીટર), અને નાધલ ટનલ (219 મીટર) હાલમાં 3,144 મીટર લાંબી રેલ્વે લાઇન પર બનાવવામાં આવી રહી છે.
પનવેલ-કર્જત રેલવે લાઇન (Panvel-Karjat Railway Corridor) પર બાંધકામની શરૂઆત સાથે મુંબઈ હવે અન્ય ઉપનગરીય રેલ કોરિડોર હસ્તગત કરવા માટે તૈયાર છે. જે નવી મુંબઈને મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)ના રાયગઢ જિલ્લા સાથે જોડશે. નેરુલ/બેલાપુર-ખારકોપર-ઉરણ લાઇન પરના ચોથા કોરિડોર માટે જનતાને હજી સુધી સંપૂર્ણ ઍક્સેસ નથી, જે નવેમ્બર 2018માં પૂર્ણ કરવામાં આવી હતી.
આ રૂટનો એક જ ઉદ્દેશ છે કે જે જે MMR વિસ્તારો સુધી પહોંચી શકાયું નથી ત્યાં સુધી પહોંચવું. કેટલીક લાંબા અંતરની પેસેન્જર ટ્રેનો હાલમાં જૂની લાઇનની વર્તમાન કાર્ગો સેવા પર ચાલે છે. નવા ડબલ-લાઈન કોરિડોરને કારણે લોકલ ટ્રેનો મુંબઈ અને કર્જત વચ્ચે પનવેલ થઈને મુસાફરી કરી શકાશે. વધુમાં તે પનવેલ, કર્જત જેવા ઝડપથી વિકસતા શહેરો અને નવી મુંબઈ એરપોર્ટના ઈમ્પેક્ટ નોટિફાઈડ એરિયાના પણ વિકાસમાં મહત્વનો ફાળો આપશે.

