Protesting Government`s Export Ban: મહારાષ્ટ્રના ચાંદવાદમાં મોટી સંખ્યામાં કાંદાના ખેડૂતો મુંબઈ-આગ્રા હાઈવે પર બેઠા છે. તેમણે આખો હાઈવે જામ કરી દીધો છે. આ ખેડૂતો કેન્દ્ર સરકારના કાંદાના એક્સપૉર્ટ પર સ્ટે મૂકવાના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.
આંદોલન માટેની પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય મિડ-ડે)
Protesting Government`s Export Ban: કાંદાના એક્સપોર્ટ પર સ્ટે મૂકવાના નિર્ણયનો વિરોધ કરતા મહારાષ્ટ્રના કાંદાના ખેડૂતોએ મુંબઈ-આગ્રા હાઈવે જામ કરી દીધો છે. આ ખેડૂતોને એનસીપી પ્રમુખ શરદ પવારનો સાથ મળ્યો છે. શરદ પવાર ખેડૂતો સાથે ઘટનાસ્થળે હાજર છે.
મહારાષ્ટ્રના ચાંદવાદમાં મોટી સંખ્યામાં કાંદાના ખેડૂતો મુંબઈ-આગ્રા હાઈવે પર બેઠા છે. તેમણે આખો હાઈવે જામ કરી દીધો છે. આ ખેડૂતો કેન્દ્ર સરકારના કાંદાના એક્સપૉર્ટ પર સ્ટે મૂકવાના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.
ADVERTISEMENT
Protesting Government`s Export Ban: સરકારે ઘરગથ્થૂ બજારમાં કાંદાની ઉપલબ્ધતા વધારવા અને કિંમતો પર અંકુશ મૂકવા માટે સરકારે તત્કાલ પ્રભાવે મોટો નિર્ણય લીધો હતો. સરકારે કહ્યું કે માર્ચ, 2024 સુધી કાંદાના નિકાસ પર સંપૂર્ણ રીતે સ્ટે મૂકી દેવામાં આવે છે. આ દરમિયાન એક પણ કાંદો દેશની બહાર ન જવો જોઈએ, જેથી ઘરગથ્થૂ બજારમાં કાંદાની સપ્લાય જળવાઈ રહે અને કિંમતોમાં પણ ઉછાળો ન આવે.
31 માર્ચ, 2024 સુધી કાંદાના નિકાસ પર સંપૂર્ણપણે સ્ટે
Protesting Government`s Export Ban: વિદેશી વેપાર મહાનિદેશાલયે ગુરુવારે એક નોટિફિકેશન જાહેર કરીને જણાવ્યું કે કાંદાની નિકાસ પૉલિસીમાં થોડા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ હેઠળ 31 માર્ચ, 2024 સુધી દેશની બહાર કાંદાના નિકાસ પર સંપૂર્ણ રીતે સ્ટે મૂકવામાં આવે છે.
પહેલા નક્કી કરવામાં આવી હતી નિકાસની કિંમત
Protesting Government`s Export Ban: ડુંગળીની નિકાસ નીતિમાં આ ફેરફાર પહેલા સરકારે તેની લઘુત્તમ કિંમત નક્કી કરી હતી. આ અંતર્ગત 29 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી ડુંગળીની લઘુત્તમ નિકાસ કિંમત (MEP) પ્રતિ ટન $800 રાખવામાં આવી હતી. જો આપણે તેના છૂટક ભાવ પર નજર કરીએ તો, ડુંગળીની નિકાસ કિંમત 67 રૂપિયા પ્રતિ કિલો રાખવામાં આવી હતી. છેલ્લા એક મહિનામાં ડુંગળીના ભાવમાં 58 ટકાનો વધારો થયો છે.
નોંધનીય છે કે ગ્લોબલ વૉર્મિંગની અસરે હવે વાવાઝોડા અને કમોસમી વરસાદ સામાન્ય બની રહ્યા છે. તાજેતરમાં મિચૌન્ગ વાવાઝોડાએ દક્ષિણ ભારતમાં તબાહી મચાવી હતી. એ અગાઉ બિપરજૉય નામના વાવાઝોડાએ પણ અનેક પ્રકારે તબાહી મચાવી હતી. નવેમ્બરમાં કમોસમી વરસાદે ખેત પાકોના ઉત્પાદનના ચિત્રને ખરાબ કર્યું હતું. આવું હવે છાશવારે બનવા લાગ્યું છે. અલ નીનો અને લા નીના સિસ્ટમને કારણે રેગ્યુલર ચોમાસું ડિસ્ટર્બ થવાનું પણ દરેક દેશમાં દર બે વર્ષે જોવા મળી રહ્યું છે. હાલ અલ નીનોની ઇફેક્ટને કારણે ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સળંગ ૪૦થી ૪૫ દિવસ સુધી પશ્ચિમ ભારતના લગભગ દરેક રાજ્યમાં વરસાદ પડ્યો નહોતો, જેને કારણે ખરીફ પાકોના ઉતારા ઘટતાં ઓવરઑલ ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો હતો. અલ નીનોની ઇફેક્ટ હજી પણ ચાલુ છે અને કદાચ આગામી ચોમાસા પર પણ એની અસર જોવા મળી શકે છે. હાલ અલ નીનોની ઇફેક્ટને કારણે બ્રાઝિલના અનેક વિસ્તારોમાં ભારે ગરમી પડી રહી છે અને વરસાદ સાવ પડતો નથી. આવી જ સ્થિતિ ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં અમેરિકામાં પણ જોવા મળી હતી. મલેશિયા અને ઇન્ડોનેશિયામાં હાલ સારો વરસાદ પડી રહ્યો છે, પણ અલ નીનોની ઇફેક્ટને કારણે જાન્યુઆરીથી માર્ચ દરમ્યાન વરસાદ ઓછો પડવાની આગાહી છે. આમ હવે વારંવાર વાવાઝોડાં અને કમોસમી વરસાદથી ખેત પાકોનું નુકસાન સતત વધતું હોવાથી વિશ્વમાં ફૂડ-કટોકટી વધી રહી છે. છેલ્લાં બેથી ત્રણ વર્ષમાં આવી ફૂડ-કટોકટી અનેક ખેત પાકોમાં જોવા મળી છે.
મિચૌન્ગને કારણે કર્ણાટકમાં તુવેરને નુકસાન
કર્ણાટકમાં કઠોળ ઉત્પાદક વિસ્તારમાં વાવાઝોડા મિચૌન્ગની રાજ્યમાં તુવેરના પાકને મોટી અસર થઈ છે. કર્ણાટક તુવેરનો સૌથી મોટો ઉત્પાદક વાવેતર-વિસ્તાર છે અને ચાલુ વર્ષે પ્રતિકૂળ હવામાનને કારણે વાવેતરમાં પણ વિલંબ થયો હતો અને હવે પાક તૈયાર થઈ રહ્યો છે ત્યારે વાવાઝોડાએ અસર કરી છે. જે વિસ્તારોમાં વાવણીમાં વિલંબ થયો હતો, તુવેરનો પાક ફૂલોના તબક્કામાં છે, જ્યારે જે વિસ્તારોમાં સમયસર વાવણી કરવામાં આવી હતી ત્યાં પાક આગામી બે અઠવાડિયાંમાં કાપણી માટે તૈયાર થઈ જશે. છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વાદળછાયા વાતાવરણને કારણે ફૂલો ખરી જવાની સંભાવના છે અને આ સમયે કોઈ પણ વરસાદ તુવેરની ગુણવત્તાને પણ અસર કરી શકે છે એમ કર્ણાટક પ્રદેશ તુવેર ઉત્પાદક અસોસિએશનના પ્રમુખ બસવરાજ ઇન્ગિને જણાવ્યું હતું. કૃષિ મંત્રાલયના ડેટા મુજબ ખરીફ ૨૦૨૩ની વાવેતર સીઝન દરમ્યાન ૪૩.૮૬ લાખ હેક્ટરમાં તુવેરનું વાવેતર કરવામાં આવ્યું છે, જે અગાઉના વર્ષના ૪૬.૧૨ લાખ હેક્ટર કરતાં ઓછું છે. કર્ણાટકમાં તુવેરનું વાવેતર ગયા વર્ષના ૧૪.૧૫ લાખ હેક્ટર કરતાં ઘટીને ૧૩.૭૫ લાખ હેક્ટર થયું હતું. દેશમાં પ્રથમ આગોતરા અંદાજ મુજબ કૃષિ મંત્રાલયે ૨૦૨૩-૨૪ માટે તુવેરનું ઉત્પાદન પાછલા વર્ષના ૩૩.૧૨ લાખ ટન કરતાં મામૂલી વધારો થઈને ૩૪.૨૧ લાખ ટન રહેવાની અપેક્ષા રાખી છે.
મહારાષ્ટ્રના તુવેર ઉગાડતા પ્રદેશોમાં તાજેતરના કમોસમી વરસાદે સ્થાયી પાકને અસર કરી હોવાના અહેવાલ મુજબ કેટલાક વિસ્તારોમાં ફૂલો ઘટી રહ્યાં છે. એક વેપારીએ જણાવ્યું હતું કે ‘કર્ણાટકનાં કેટલાંક બજારો જેમ કે કલબુર્ગી અને રાયચુરમાં વહેલી લણણી કરાયેલો તુવેરનો પાક આવવા લાગ્યો છે. આબોહવાની પૅટર્ન ખેડૂતો માટે જોખમો વધારીને અણધારી બની રહી છે. કર્ણાટકમાં, જ્યાં ખેડૂતોનો મોટો વર્ગ અનિયમિત વરસાદને કારણે સર્જાયેલા દુકાળનો ભોગ બનેલો છે તેઓ હવે તેમના પાકને બચાવવા માટે હવામાન દેવતાઓની દયા પર છે. સત્તાવાર રીતે દુકાળગ્રસ્ત તરીકે જાહેર કરવામાં આવ્યા હોવા છતાં ખેડૂતોને સરકાર તરફથી હજી સુધી કોઈ રાહત મળી નથી.


