મુલુંડમાં વિરોધ થયા પછી હવે કુર્લાનો વારો: ધારાવીના ઝૂંપડાવાસીઓને ૨૧ એકરની કુર્લા મિલ્ક ડેરીની લીલીછમ જગ્યામાં વસાવવાના પ્લાન સામે વાંધો
કુર્લા મિલ્ક ડેરીનો એરિયલ વ્યુ (નીચે) અને ૨૧ એકરમાં પથરાયેલી આ જગ્યાએ ધારાવીના રહેવાસીઓનું પુનર્વસન કરવાની યોજનાનો વિરોધ કરી રહેલા કુર્લાવાસીઓની ફાઇલ તસવીર.
કુર્લા-ઈસ્ટમાં નેહરુનગરના રહેવાસીઓને જ્યારે ગુરુવારે સવારે જાણ થઈ કે મહારાષ્ટ્ર સરકારે ધારાવીના ઝૂંપડાવાસીઓને રીહૅબિલિટેટ કરવા માટે ૨૧ એકરમાં પથરાયેલી લીલીછમ કુર્લા મિલ્ક ડેરીની જગ્યા ફાળવી છે ત્યારથી તેઓ ઊકળી ઊઠ્યા છે. આ રહેવાસીઓ છેલ્લા કેટલાય સમયથી ડેરીની આ જગ્યાને જાળવી રાખવા માટે લડત ચલાવી રહ્યા છે. સરકારના આ નિર્ણયનો વિરોધ કરવા માટે હવે તેઓ સંખ્યાબંધ વિરોધ-પ્રદર્શનનું આયોજન કરવાના છે.




