એનસીપીના પ્રમુખ શરદ પવારના મોઢાનું અલ્સર દૂર કરવા તેમના પર મુંબઈની એક હૉસ્પિટલમાં શસ્ત્રક્રિયા કરવામાં આવી હોવાનું ગઈ કાલે જણાવતાં પક્ષના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું હતું.
એનસીપીના પ્રમુખ શરદ પવાર
એનસીપીના પ્રમુખ શરદ પવારના મોઢાનું અલ્સર દૂર કરવા તેમના પર મુંબઈની એક હૉસ્પિટલમાં શસ્ત્રક્રિયા કરવામાં આવી હોવાનું ગઈ કાલે જણાવતાં પક્ષના પ્રવક્તા નવાબ મલિકે વધુમાં ઉમેર્યું હતું કે ૮૦ વર્ષના નેતાનું સ્વાસ્થ્ય હવે સારું છે અને તેઓ ટૂંક સમયમાં પ્રવૃત્તિમય થઈને પોતાની કામગીરી સંભાળશે.
ચાલુ મહિનાના પ્રારંભમાં શરદ પવારે મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં પિત્તાશયનું ઑપરેશન કરાવ્યું હતું. સર્જરી બાદ હૉસ્પિટલની મુલાકાત લઈને સ્વાસ્થ્યનું પરીક્ષણ કરાવતાં તેમને મોઢામાં અલ્સર હોવાની જાણ થઈ હતી, જે હવે દૂર કરાયું છે.
ADVERTISEMENT
શરદ પવારની તબિયત સારી છે અને તેઓ હૉસ્પિટલમાં આરામ કરવા સાથે રોજબરોજ રાજ્યમાં કોરોનાવાઇરસના પ્રસારની વિગતો પર લક્ષ આપી રહ્યા છે તેમ જ તેઓ ટૂંક સમયમાં કાર્યરત થશે એમ નવાબ મલિકે કહ્યું હતું. આ અગાઉ શરદ પવારે પથરીનું ઑપરેશન કરાવ્યું હતું.


