પુણેમાં પત્રકારો સાથે વાત કરતાં શરદ પવારે કહ્યું હતું

ફાઇલ તસવીર
શિવસેના ૨૦૧૪માં ભાજપ સાથે છેડો ફાડીને કૉન્ગ્રેસ સાથે હાથ મિલાવીને સરકાર રચવા ઇચ્છતી હતી અને એને શરદ પવારની સલાહ લેવા માટે જણાવવામાં આવ્યું હતું એવા કૉન્ગ્રેસના નેતા અશોક ચવાણના દાવાને એનસીપીના પ્રમુખ શરદ પવારે સોમવારે ફગાવી દીધો હતો.
પુણેમાં પત્રકારો સાથે વાત કરતાં શરદ પવારે એમ પણ કહ્યું હતું કે ભારત જોડો યાત્રા કૉન્ગ્રેસ દ્વારા યોજવામાં આવી છે અને અન્ય પક્ષોએ એમાં ભાગ લેવાનું કોણ કારણ નથી.
૨૦૧૪માં કૉન્ગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર રચવા માટે શિવસેનાએ પ્રસ્તાવ કર્યો હોવાના અશોક ચવાણના દાવા વિશે પ્રશ્ન પુછાતાં એનસીપીના પ્રમુખે જવાબ આપ્યો હતો કે એનસીપી સમક્ષ આવો કોઈ પ્રસ્તાવ આવ્યો નહોતો.
તેમણે કહ્યું હતું કે ‘જો એનસીપી સમક્ષ આવો પ્રસ્તાવ આવ્યો હોત તો મને એની જાણ હોત. એનસીપીના નેતાઓને નિર્ણય લેવાની સત્તા હોવા છતાં તેઓ મને અવગત કરતા હોય છે. આથી અશોક ચવાણ જે કહે છે એ વિશે મને કશી જાણ નથી.’