નાગપુરથી પચીસ કિલોમીટર દૂર આવેલા ગુમગાવમાં આ ઘટના ગુરુવારે બપોરે બની હતી.
પ્રતીકાત્મક તસવીર
નાગપુર જિલ્લામાં ચાર વર્ષની એક બાળકી પર રખડતા કૂતરાઓએ હુમલો કરતાં બાળકીનું મૃત્યુ થયું હતું. નાગપુરથી પચીસ કિલોમીટર દૂર આવેલા ગુમગાવમાં આ ઘટના ગુરુવારે બપોરે બની હતી.
હિંગણા પોલીસ-સ્ટેશનના ઑફિસરે આ કેસની વિગતો આપતાં કહ્યું હતું કે ‘બાળકીનાં માતા-પિતા કામ પર ગયાં હતાં ત્યારે ૪ વર્ષની હર્ષિતા ચૌધરી ઘરથી ૫૦ જ મીટર દૂર આવેલી નદીએ જવા નીકળી હતી. તેને એમ હતું કે તેની દાદી ત્યાં કપડાં ધોવા ગઈ છે, પણ કમનસીબે એ વખતે રખડતા કૂતરાઓએ તેના પર હુમલો કર્યો હતો. એ હુમલામાં હર્ષિતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેને હૉસ્પિટલ લઈ જવામાં આવી, પણ ડૉક્ટરોએ તેને તપાસીને મૃત જાહેર કરી હતી. અમે એક્સિડેન્ટલ ડેથ રજિસ્ટર કરવાની સાથે ગ્રામ પંચાયતને રખડતા કૂતરાઓના દૂષણને નાથવા પગલાં લેવા કહ્યું છે.’


