મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુશીલકુમાર શિંદેનું સ્ફોટક સ્ટેટમેન્ટ

રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુશીલકુમાર શિંદે
રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુશીલકુમાર શિંદેએ સોલાપુરમાં ગુજરાતીઓને લઈને એક એવું સ્ફોટક સ્ટેટમેન્ટ કર્યું છે જેનાથી અનેક લોકોનાં ભવાં વંકાયાં છે. તેમણે કહ્યું હતું કે હું મુખ્ય પ્રધાન હતો ત્યારે ગુજરાતી સમાજને બે ટકાની અનામત આપી હતી, કારણ કે મારા જમાઈ ગુજરાતી હતા એટલે મારે એમ કરવું પડ્યું.
સોલાપુરમાં એક સમારંભમાં સુશીલકુમાર શિંદેએ કહ્યું હતું કે ‘હું મુખ્ય પ્રધાન હતો ત્યારે મેં ગુજરાતી સમાજને બે ટકા અનામત આપી હતી. એ એક સારું કામ મેં કર્યું હતું, પણ લોકો હવે એ ભૂલી ગયા છે કે સુશીલકુમારે સારું કામ કર્યું હતું. જમાઈને સંભાળવાના હોય તો આવું કરવું પડે. આવું કરવાને કારણે હું ફરીથી ત્યાંથી ચૂંટાઈ આવ્યો. જોકે એ પછી પક્ષે જ મને કાવતરું કરીને મુખ્ય પ્રધાનપદેથી કાઢ્યો અને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે મોકલી આપ્યો હતો. એ પછી હું દિલ્હીના પ્રધાનમંડળમાં જોડાયો હતો. જોકે એ પછી જે હાર ખમવી પડી એ આજ સુધી તેમને યાદ છે. કંઈ પણ થાય તોય આપણે આપણું કામ પ્રામાણિકપણે કરતા રહેવું જોઈએ એવું મને લાગે છે.’