આ વખતે ક્રિસમસ-ન્યુ યર સાથે વીક-એન્ડની રજાઓ આવતી હોવાને કારણે આવનારા દિવસોમાં પણ ટ્રાફિકની સ્થિતિ આવી જ રહે એવી શક્યતા છે.
મુંબઈ-પુણે એક્સપ્રેસવે
ક્રિસમસ વેકેશનને કારણે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ભારે ટ્રાફિક જૅમ સર્જાયો હતો. ગઈ કાલે હજારો લોકો હાઇવેના ટ્રાફિકમાં અટવાઈ ગયા હતા. ખાસ કરીને ખંડાલા ઘાટ પાસે વાહનોની લાંબી લાઇનો જોવા મળી હતી. હાઇવે પર આઠથી ૯ કિલોમીટર લાંબો ટ્રાફિક જૅમ થયો હતો. ઘણા ટ્રાવેલર્સે સોશ્યલ મીડિયા પર પરિસ્થિતિની જાણ કરીને રોષ ઠાલવ્યો હતો અને વેકેશન માટે ઘરની બહાર નીકળી રહેલા લોકોને ચેતવ્યા હતા.
સામાન્ય રીતે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પરથી દરરોજ ૬૦,૦૦૦ જેટલાં વાહનો પસાર થતાં હોય છે. જોકે લૉન્ગ વીક-એન્ડ અને વેકેશનમાં વાહનોની સંખ્યા વધી જાય છે. આ વખતે ક્રિસમસ-ન્યુ યર સાથે વીક-એન્ડની રજાઓ આવતી હોવાને કારણે આવનારા દિવસોમાં પણ ટ્રાફિકની સ્થિતિ આવી જ રહે એવી શક્યતા છે.
ADVERTISEMENT
ઇલેક્શનને ધ્યાનમાં રાખીને શહેરમાં વાહનોનું વિડિયોગ્રાફી સાથે ચેકિંગ

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નાં ઇલેક્શન્સ નજીક આવી રહ્યાં છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરમાં સલામતી, તકેદારીઓમાં વધારો કરવામાં આવ્યો છે. ગઈ કાલે શહેરમાં અનેક મહત્ત્વનાં જંક્શન્સ પર પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોગેશ્વરી લિન્ક રોડ પર પણ પોલીસ અને ઇલેક્શન-ઑફિસરોએ વાહનોની તપાસ કરી હતી અને શહેરમાં કોઈ જોખમી ચીજવસ્તુ, સામગ્રી ટ્રાન્સપોર્ટ ન થાય એની તકેદારી રાખી હતી. આ વાહનોના ચેકિંગ વખતે આખી પ્રક્રિયાની વિડિયોગ્રાફી પણ કરવામાં આવી રહી હતી. તસવીરઃ નિમેશ દવે


