ઘટના અંગે માહિતી મળતા જ 8 ફાયર ટીમની ગાડીઓ ઘટનાસ્થળે પર પહોંચી ગઈ હતી.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ(Mumbai)ના મલાડ(Malad)વિસ્તારમાં એક રહેણાંક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નિકળી છે. આ આગ બહુમાળી ઈમારત લાગી છે. આ વચ્ચે CFO મુંબઈએ કહ્યું કે આ ઈમારત 21 માળની છે. આના ત્રીજા માળ પર આગ લાગી હતી. આગ પર હાલ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. મલાડ વેસ્ટના જનકલ્યાણ નગર માલવણી વિસ્તારની આ ઘટના છે. મળતી જાણકારી મુજબ ઘટના અંગે માહિતી મળતા જ 8 ફાયર ટીમની ગાડીઓ ઘટનાસ્થળે પર પહોંચી ગઈ હતી. ત્યાર બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. સીએફઓએ જણાવ્યું કે હજી સુધી કોઈ ઘાયલ થયા હોવાની સુચના નથી. કુલિંગ ઓપરેશન બાદ સર્ચ ઓપરેશન ત્રીજા માળે અને ઉપરના માળે ચલાવવામાં આવશે.
ઈમારતમાં આગ લાગવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે ત્રીજા માળે બંને તરફથી આગની વરાળો નિકળી રહી છે. એક શખ્સ બાલ્કની પર લટકેલો જોઈ શકાય છે. જયારે કે નીચે ઉભેલા લોકો જોર-જોરથી બુમો પાડી રહ્યાં છે. બાલ્કની પર લટકી રહેલી વ્યક્તિ સીડીની મદદથી નીચે ઉતરે છે અને પછી કૂદકો મારે છે.
ADVERTISEMENT
અગાઉ ગ્રેટર નોઈડામાંથી આગની જાણ થઈ હતી. ગ્રેટર નોઈડા વેસ્ટના શાહબેરી વિસ્તારમાં શનિવારે સવારે 6 માળની ઈમારતના ભોંયરામાં આગ લાગી હતી. આગના કારણે બિલ્ડીંગમાં રહેતા પરિવારો ગભરાટમાં આવી ગયા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ ભોંયરામાં હતી, તેથી નીચે ઉતરવું અને બહાર નીકળવું મુશ્કેલ હતું. ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને સીડી મૂકીને ઉપરના ફ્લેટમાંથી લોકોને બચાવ્યા હતા.
જ્વાળાઓ ઝડપથી બિલ્ડિંગ કોમ્પ્લેક્સમાં ફેલાઈ ગઈ હતી. બચાવકર્મીઓએ ઈમારતમાં ફસાયેલા લગભગ બે ડઝન પરિવારોને બચાવીને બહાર કાઢ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાસ્થળે પહોંચેલી બિસરાખ પોલીસ સ્ટેશનની ટીમ આ મામલે તપાસ કરશે.

