નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ દક્ષિણ મુંબઈમાં ફોરેન પોસ્ટ ઓફિસ (FPO) ખાતે બે અલગ-અલગ કાર્યવાહીમાં રૂ. 1.5 કરોડની કિંમતનો 1.770 કિલોગ્રામ હાઇડ્રોપોનિક વીડ જપ્ત કર્યું છે.

પ્રતીકાત્મક તસવીર
મુંબઈ: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ દક્ષિણ મુંબઈમાં ફોરેન પોસ્ટ ઓફિસ (FPO) ખાતે બે અલગ-અલગ કાર્યવાહીમાં રૂ. 1.5 કરોડની કિંમતનો 1.770 કિલોગ્રામ હાઇડ્રોપોનિક વીડ જપ્ત કર્યું છે. આ માહિતી અધાકારીએ આપી છે.
શુક્રવારના રોજ ચોક્કસ ઇનપુટ્સના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું કે માદક દ્રવ્ય યુએસએથી મોકલવામાં આવ્યું હતું. એનસીબીએ પાછળથી દક્ષિણ મુંબઈના તારદેવ વિસ્તારમાંથી ડ્રગના મુળ ખરીદનારની પણ ધરપકડ કરી હતી. પ્રથમ કિસ્સામાં, NCB ટીમે FPO ખાતે 850 ગ્રામ હાઇડ્રોપોનિક વીડ (ગાંજા) જપ્ત કર્યો હતો,તેવું અધિકારીએ જણાવ્યું હતું.
અધિકારીએ કહ્યું હતું કે, "તપાસ દરમિયાન એજન્સીની ટીમે જપ્ત કરાયેલ માલના મુળ આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી હિસ્ટ્રીશીટર છે અને તેની સામે ઓછામાં ઓછા 10 ફોજદારી કેસ નોંધાયેલા છે, તેવુ અધિકારીએ જણાવ્યું હતું. આરોપી મુંબઈમાં ડ્રગ્સની હેરાફેરી કરનાર એક કુખ્યાત માટે કામ કરી રહ્યો છે.
બીજા કિસ્સામાં, ડ્રગ વિરોધી એજન્સીએ એફપીઓમાંથી 920 ગ્રામ હાઇડ્રોપોનિક જપ્ત કર્યું હતું. આ અંગે અધિકારીએ જણાવ્યું હતું કે આ પાર્સલ યુએસએથી મળ્યું હતું.