મુંબઈના અનેક વિસ્તારોમાં ગઈ કાલે ગડગડાટ અને ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડ્યો હતો

તસવીર સૌજન્ય : મિડ-ડે ફોટોગ્રાફર્સ
મુંબઈના અનેક વિસ્તારોમાં ગઈ કાલે ભરબપોરે બે વાગ્યાની આસપાસ ગડગડાટ અને ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. હજી બે-ચાર દિવસ આ રીતે અચાનક વરસાદ પડી શકે એવી આગાહી વેધશાળા દ્વારા કરવામાં આવી છે. સવારે ચોખ્ખું આકાશ અને તડકો હોવાથી મોટા ભાગના મુંબઈગરા છત્રી વગર નીકળ્યા હતા અને ત્યાર બાદ વરસાદ તૂટી પડતાં તેમણે દુકાનના છાપરા નીચે આશરો લેવો પડ્યો હતો. કોલાબામાં ૫.૪ એમએમ જ્યારે સાંતાક્રુઝમાં બપોરના ૨.૩૦થી સાંજના ૫.૩૦ દરમિયાન ૨૦.૨ એમએમ વરસાદ નોંધાયો હતો. ટૂ-વ્હીલર ચાલકોએ પણ તેમની બાઇક કે સ્કૂટી સાઇડ પર ઊભીને રાખી છાપરું શોધવું પડ્યું હતું.