Mumbai: આગની લેપટમાં આવેલી બસમાં બીએમસીનો સ્ટાફ જઈ રહ્યો હતો. અચાનકથી આગ ફાટી નીકળતા રસ્તા પર થોડાક સમય માટે ટ્રાફિકને અસર થઇ હતી
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (Mumbai)માંથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. બીએમસીના સ્ટાફને લઇ જઈ રહેલ એક મીની બસ આગની લપેટમાં આવી હતી. જુરમાર્ગ (પૂર્વ)માં ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર કાંજુરગાંવના પંચ ખડ્ડા વિસ્તારમાં આ આગનો બનાવ બન્યો છે. આગની લેપટમાં આવેલી બસમાં બીએમસીનો સ્ટાફ જઈ રહ્યો હતો. અચાનકથી આગ ફાટી નીકળતા રસ્તા પર થોડાક સમય માટે ટ્રાફિકને અસર થઇ હતી. આજે સવારે લગભગ 7:15 વાગ્યે આ ઘટના બની હતી.
લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ફાયર વિભાગ (Mumbai) આવીને આ આગને ઓલવે એની પહેલાં જ બસ સંપૂર્ણપણે આગની જ્વાળાઓમાં બળીને ખાક થઇ ગઈ હતી. આ આગ લાગી ત્યારે બસ ભાંડુપ પમ્પિંગ સ્ટેશનથી નીકળીને ભાંડુપ સ્ટેશન તરફ જઈ રહી હતી. આગની જ્વાળાઓ ગણતરીની સેકન્ડમાં તો વિકરાળ બની ગઈ હતી. આગ વધુ ફેલાય તે પહેલા જ ડ્રાઇવર અને તેમાં સવાર બીએમસીના ત્રણ કર્મચારીઓ બસમાંથી સલામત રીતે ઉતારી દેવામાં આવ્યા હતા. આસપાસ ભેગા થયેલા લોકોએ આ ઘટનાના વિડિયોઝ પણ લીધા છે. જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યાં છે. તરત જ આગની જાણ ફાયર બ્રિગેડ અને પોલીસને કરવામાં આવી હતી, આશરે 7:49 વાગ્યા સુધીમાં આ આગને કાબૂમાં લેવામાં આવી હતી. આ ઘટના (Mumbai)માં કોઈ જાનહાનિ થઇ નથી. જોકે, આ આગન કઈ રીતે આલ્ગી તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શંકા છે કે ઈલેક્ટ્રીકલ વાયરમાં ગડબડ થઇ હોવાથી અથવા મિકેનીકલ સમસ્યા થવાથી આ આગ લાગી હશે. હાલમાં આગને ઓલવી દેવાઈ છે અને બસના કાટમાળને પણ રસ્તા પરથી હટાવી દેવામાં આવી છે.
ADVERTISEMENT
મુંબઈ (Mumbai)માં બનેલી આગની એક બીજી ઘટના વિષે વાત કરીએ તો બ્રિજ પર અચાનકથી ગેસના ટેન્કરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સોમવારે થાણેમાં ઘોડબંદર રોડ પર એક બ્રિજ પર 19 ટન નોન-ફ્લેમેબલ કોમ્પ્રેસ્ડ આર્ગોન ગેસનું વહન કરતા ગેસના ટેન્કરમાં આગ ભભૂકી ઊઠી હતી. આસપાસ ગભરાટ ફેલાયો હતો. તરત જ આવી ગયેલ ઈમરજન્સી સ્ટાફે લગભગ 30 મિનિટની અંદર આગને કાબૂમાં લઇ લીધી હતી અને આ ઘટનામાં પણ કોઈને ઈજા થયાના અહેવાલ નથી. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીએ જણાવ્યું હતું કે, ટેન્કર નવી મુંબઈથી ગુજરાત જઈ રહ્યું હતું. જ્યારે ટેન્કર પાટલીપાડા બ્રિજને પાર કરી રહ્યું હતું ત્યારે આગ લાગી હોવાનું જણાયું હતું ત્યારબાદ તરત ડ્રાઈવરે ટ્રકને રોકી અને પોતે નીચે ઉતરી ગયો હતો. માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડના અધિકારીઓ બે ફાયર ટેન્ડર અને રેસ્ક્યુ વાહન સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના કર્મચારીઓને પણ કામે લગાડવામાં આવ્યા હતા. તડવીએ ઉમેર્યું હતું કે, અગ્નિશામક અને બધું ફરી થાળે પાડવાની કામગીરીમાં મદદ કરવા માટે બે ટોઇંગ વાન અને એક ક્રેન પણ તૈનાત કરવામાં આવેલ. તડવીએ જણાવ્યું હતું કે, "તમામ પ્રતિક્રિયા આપતા વિભાગોના સંકલિત પ્રયાસોને આભારે પહેલા જ કોલના 30 મિનિટની અંદર આગને સફળતાપૂર્વક કાબૂમાં લેવામાં આવી હતી"


